ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં... - વરસાદ

જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારથી જ વરસાદી ઝાપટા આવતાં નગરજનો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jun 21, 2020, 3:04 PM IST

જૂનાગઢઃ શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારના 11:00 કલાકથી વરસાદનું જોરદાર ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ વરસાદી પાણીથી જૂનાગઢના રાજમાર્ગો પર ભરાયા હતા. તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ શહેરમાં વરસાદનું આગમન થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં...

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, આગામી 21થી લઈને 24 તારીખ સુધી વરસાદનું પ્રમાણ રહેશે. તે મુજબ આજે જૂનાગઢ શહેરમાં વરસાદનું આગમન થયું હતું

આજ સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી સ્થાનિકો ખુશનુમા વાતાવરણનો અનુભવ કરી રહ્યાં હતા. વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો હતો તેને લઈને જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details