ગુજરાત

gujarat

ETV Bharat / state

કેરીની સીઝનની શરૂઆતના અણસાર, જૂનાગઢની બજારમાં લાલબાગ કેરીનું થયું આગમન

આગામી થોડા દિવસોમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની શરૂઆત થઈ શકે છે. જેના આગમનના સમાચારના પ્રતિકરૂપે ગીર વિસ્તારમાં પાકતી લાલબાગ કેરીનું જૂનાગઢમાં આગમન થતું જોવા મળી રહ્યું છે. લાલબાગ કેરીનું બજારમાં આગમન એ સંકેત આપી રહ્યું છે કે, આગામી દિવસોમાં ગીરની પ્રખ્યાત કેરીની બજારોમાં આવવાની શરૂઆત થતી જોવા મળશે.

કેરીની
કેરીની

By

Published : Apr 16, 2020, 3:40 PM IST

જૂનાગઢ: કાળઝાળ ગરમી અને મે મહિનો સ્વાદના રસિકો માટે ખૂબ જ ઉત્તમ હોય વિશ્વ પ્રસિદ્ધ અને એક માત્ર ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરીનું આગમન આ સમયમાં થતું હોય છે. એક તરફ અંગ દઝાડતી અને આગ ઓકતી ગરમી તો બીજી તરફ શરીરને એટલી ઠંડક આપતી ગીરની કેસર કેરી આગામી દિવસોમાં બજારોમાં જોવા મળશે. જેના પ્રતિકરૂપે સૌપ્રથમ વખત કેરીની શરૂઆત થવાના કેટલાક દિવસો અગાઉ બજારમાં લાલબાગ કેરીનું આગમન થતું હોય છે. જે આજે જૂનાગઢની બજારમાં લાલબાગ કેરી જોવા મળી રહી છે.

કેરીની સીઝનની શરૂઆતના અણસાર જૂનાગઢની બજારમાં લાલબાગ કેરીનુ થયું આગમન
કેસર કેરીના આગમન પહેલા લાલબાગ કેરીનું બજારમાં આગમન થતું હોય છે. આ કેરી દેશી પ્રજાતિની કેરી છે. તેનો સ્વાદ તેના રંગ મુજબ ખૂબ જ મધુર હોય છે. જેને કારણે આ કેરીની બજાર કિંમત શરૂઆતના દિવસોમાં પ્રતિ કિલો 100 રૂપિયા અને તેની આસપાસ જોવા મળતી હોય છે. તેની છાલના રંગ પ્રમાણે તેને લાલબાગ નામ આપવામાં આવ્યું છે. જેમ મુંબઈમાં લાલબાગ રાજાનું નામ છે. તે જ પ્રકારે ગીર પંથકમાં પાકતી કેરીઓ પૈકી એક એટલે લાલબાગ કેરીનું પણ કેરીની દુનિયામાં ખૂબ જ અગત્યનું અને આગવું નામ છે.

હાલ, lockdown નો સમય ચાલી રહ્યો છે. ત્યારે કેરીના રસિકો લાલબાગનો સ્વાદ માણીને ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details