ગુજરાત

gujarat

જૂનાગઢમાંથી ઝડપાયું કુટણખાનુ, પોલીસે છની કરી ધરપકડ

By

Published : May 25, 2021, 10:13 PM IST

જૂનાગઢ પોલીસે શહેરના જગમાલ ચોક વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાંથી મહિલા સંચાલિત કુટણખાનુ ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે એપાર્ટમેન્ટના ત્રીજા માળે તપાસ કરતાં અહીંથી દેહવ્યાપર કરવા માટે બોલાવવામાં આવેલી 4 રૂપલલના, સંચાલિકા મહિલા અને ગ્રાહકની અટક કરીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાંથી ઝડપાયું કુટણખાનુ, પોલીસે છની કરી ધરપકડ
જૂનાગઢમાંથી ઝડપાયું કુટણખાનુ, પોલીસે છની કરી ધરપકડ

  • જૂનાગઢ પોલીસે મહિલા સંચાલિત કુટણખાનું ઝડપી પાડયું
  • સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાંથી કુટણખાનું ઝડપાયું
  • મહિલા સંચાલિકાની સાથે ચાર રૂપલલના અને એક ગ્રાહકને પોલીસે કરી અટકાયત

જૂનાગઢઃશહેરના જગમાલ ચોક વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મહિલા સંચાલિત કુટણખાનુ ચાલી રહ્યું છે તેવી બાતમીને આધારે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી. અહીંથી દેહવ્યાપર કરવા માટે બોલાવવામાં આવેલી ચાર રૂપલલના, એક ગ્રાહક અને કુટણખાનાનુ સંચાલન કરતી મહિલાને પોલીસે રંગે હાથ ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો જેની બાતમીને આધારે પોલીસે રેડ કરીને કુટણખાનું ઝડપી પાડયું હતું.

જૂનાગઢમાંથી ઝડપાયું કુટણખાનુ, પોલીસે છની કરી ધરપકડ

આ પણ વાંચોઃ હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા લોકોની ધરપકડ

ઝડપાયેલી રૂપલલનાઓ મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને આણંદ વિસ્તારની

આદિનાથ એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધામાંથી ઝડપી પાડવામાં આવેલી ચાર રૂપ લલના પૈકીની એક મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને એક આણંદની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એ ડીવીઝન પોલીસે કૂટણખાનાનું સંચાલન કરતી મહિલા અને એક ગ્રાહકની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દેહ વ્યાપારમાં આવેલી રૂપલલનાઓને પોલીસે સાહેદ બનાવીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસને શંકા લાગી રહી છે કે સમગ્ર કૌભાંડ અને દેહનાવ્યાપારનું નેટવર્ક જૂનાગઢ અને રાજ્ય બહાર પણ હોઈ શકે છે. આવી શક્યતાઓને ધ્યાને લઇને પોલીસે પકડાયેલી સંચાલિકાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી

ABOUT THE AUTHOR

...view details