જૂનાગઢ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસના (Shani Amavasya 2022)પવિત્ર સંયોગે દામોદર કુંડ ખાતે (Damodar Kund)લાખોની સંખ્યામાં ભાવિકો પોતાના પિતૃઓને તર્પણ (Pitru Tarpan Vidhi )કરવા માટે આવી રહ્યા છે. ભવનાથમાં આવતા પ્રત્યેક શ્રદ્ધાળુઓને પિતૃ તર્પણ અને સ્નાન વિધિ કર્યા બાદ ભોજન પ્રસાદની કોઈ અગવડતા ઉભી ન થાય તે માટે વર્ષોથી ભવનાથમાં આવેલા મંદિરો અખાડાઓ અને અન્નક્ષેત્રો દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદ પૂરો( Arrangement For food Damodar Kund)પાડવામાં આવે છે.
વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ પણ વાંચોઆજે ભાદરવી અમાસ, આ કામ કરવાથી થશે પુણ્યની પ્રાપ્તિ
અનેકવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજનઆ વર્ષે પણ ભવનાથમાં પિતૃ તર્પણ અને અમાસના સ્નાન માટે દામોદર કુંડ (damodar kund in junagadh )આવતા પ્રત્યેક શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજન( Free food for devotees)પ્રસાદની વ્યવસ્થા અન્નક્ષેત્રો દ્વારા કરવામાં આવી છે. જેનો લાભ શ્રદ્ધાળુઓએ લઈને ભાદરવી અમાસના સ્નાનની સાથે પવિત્ર પ્રસાદ ગ્રહણ કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. ભવનાથની ગીરી તળેટીમાં સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાય છે. જેમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવાની પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.
આ પણ વાંચોવર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે
ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થાભવનાથમાં આવેલા તમામ અખાડાઓ અન્ન ક્ષેત્રોમાં દર્શનાર્થે આવતા ભાવી ભક્તો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા સતત ધમધમતી હોય છે. ત્યારે તિથિ અને તહેવારો મુજબ આવતા ધાર્મિક પ્રસંગોમાં પણ અન્નક્ષેત્ર સતત ધમધમતા રાખવામાં આવે છે, જેનો લાભ ભવનાથમાં દર્શન માટે આવતા પ્રત્યેક ભાવિ ભક્તોને મળી રહે છે. આજે અમાસ નિમિત્તે લાખોની જનમેદની ભવનાથમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે આવી રહી છે જેના માટે પણ ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.