ગુજરાત

gujarat

ETV Bharat / state

Appointment of Mayor in Junagadh: મનપામાં નવા પદાધિકારીઓની નિમણૂંકને લઈને વિરોધ, ડેપ્યુટી મેયર બનવું હતું એટલે મારૂ પાનું કપાયું

જૂનાગઢ મનપાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં (Appointment of Mayor in Junagadh )આવી હતી. પ્રદેશ ભાજપમાંથી સીલબંધ કવરમાં નવા પદાધિકારીઓના નામની દરખાસ્તો આવી હતી. શહેર મનપામાં આજે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના નવા હોદ્દેદારોની નિમણૂક (Junagadh Mayor Deputy Mayor and Standing Committee )કરવામાં આવી હતી જેને લઈને વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર દિવાળીબહેન પરમારે પોતાને અન્યાય થયો હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

Appointment of Mayor in Junagadh:જૂનાગઢ મનપામાં નવા પદાધિકારીઓની નિમણૂક ને લઈને વિરોધ, ડેપ્યુટી મેયર બનવું હતું એટલે મારૂ પાનું કપાય ગયું
Appointment of Mayor in Junagadh:જૂનાગઢ મનપામાં નવા પદાધિકારીઓની નિમણૂક ને લઈને વિરોધ, ડેપ્યુટી મેયર બનવું હતું એટલે મારૂ પાનું કપાય ગયું

By

Published : Jan 31, 2022, 5:09 PM IST

જૂનાગઢ: શહેર મનપામાં(Junagadh Municipal Corporation ) આજે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં (Appointment of Mayor in Junagadh )આવી હતી જેને લઇને વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર દિવાળીબહેન પરમારે પોતાને અન્યાય થયો હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

નવા પદાધિકારીઓની નિમણૂક

મનપાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી

આજે જૂનાગઢ મનપાના નવા પદાધિકારીઓની નિમણૂક (Appointment of Mayor in Junagadh )કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ માંથી સીલબંધ કવરમાં નવા પદાધિકારીઓના નામની દરખાસ્તો આવી હતી. જેને કારોબારી બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે જૂનાગઢ મનપાના મેયર પદ દલિત વર્ગ માટે અનામત રખાયું હતું જેના પર વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ગીતાબેન પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી( Appointment of new appointees to the Standing Committee)કરાઈ હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વર્ષોના અનુભવી ગિરીશ કોટેચાની નિમણૂક કરાઈ છે સ્થાયી કમિટીના ચેરમેન તરીકે હરેશ પરસાણાને આજે વિધિવત રીતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેની જાહેરાત આજે મનપાના જનરલ બોર્ડમાં કરવામાં આવી હતી નવા પદાધિકારીઓની જાહેરાત થતાં જ ભાજપના સિનિયર દલિત મહિલા કોર્પોરેટર દિવાળીબહેન પરમારેસમગ્ર નિમણૂકને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃJunagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

સિનિયર મહિલા કોર્પોરેટર દિવાળીબેન પરમારે નિમણૂકને ગણાવી અન્યાય સમાન

જૂનાગઢ મહાનગર પાલિકામાં(Junagadh Municipal Corporation ) પાછલા 4 ટર્મથી વોર્ડ નંબર 10 મા દિવાળીબહેન પરમાર સતત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. દિવાળીબેન પરમાર અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં ભાજપના દલિત કોર્પોરેટરો પૈકી સૌથી સિનિયર કોર્પોરેટર માનવામાં આવે છે. નવી મુદ્દત મા મેયર પદ દલિત વર્ગ માટે અનામત હતું જેના પર તેમની નિમણૂક થશે તેવો આત્મવિશ્વાસ દિવાળીબેન પરમાર ધરાવતા હતા પરંતુ મેયર તરીકે વોર્ડ નંબર 9ના ગીતાબહેન પરમારનું નામ જાહેર થતાં તેમણે પોતાની નારાજગી સ્પષ્ટ અને ખુલીને વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં આ મુદ્દો જૂનાગઢ શહેર ભાજપ માટે પેચીદો મુદ્દો બની શકે છે. જે પ્રકારે દિવાળીબેન પરમાર નિમણૂકને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, તે મુજબ અન્ય કોર્પોરેટર પણ મહાનગરપાલિકામાં પદને લઇને આશાવાદી હતા. પરંતુ તેમનું પણ નામ જાહેર થયુ નથી, આગામી દિવસોમાં શહેર ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થઈ શકે છે જેની આગેવાની આજે સિનિયર મહિલા કોર્પોરેટર દિવાળીબેન પરમારે લીધી છે.
આ પણ વાંચોઃMahatma Gandhi Death Anniversary: ગાંધીજીની જૂનાગઢની અંતિમ ઈચ્છા તેમના પૌત્રએ કરી પુરી, જાણો શું છે ઈતિહાસ

ABOUT THE AUTHOR

...view details