- કામદારોની પડતર માગણીઓનો નિરાકરણ નહીં આવતાં આજે રાષ્ટ્રવ્યાપી આવેદનપત્રનો કાર્યક્રમ
- લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
- કેન્દ્ર સરકાર કામદારોને લઈને ઉદાસીન વલણ દાખવી રહી છે જેના વિરોધમાં આજે આવેદનપત્ર અપાયું
લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું - રાષ્ટ્રવ્યાપી આવેદનપત્ર
લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કામદારોને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉદાસીન વલણ દાખવી રહી છે. તેના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
Junagadh
લાલ વાવટા કામદાર યુનિયન દ્વારા આજે ગુરૂવારના રોજ રાષ્ટ્રવ્યાપી આવેદનપત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ ખાતે લાલ વાવટા કામદાર યુનિયનના નેતાઓ અને કામદારોએ પ્રતિકાત્મક વિરોધ રેલી સાથે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજના દિવસે સમગ્ર દેશમાં 16 કરોડ કરતાં પણ વધુ કામદારોએ પોતાની માગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જૂનાગઢના કામદારો અને યુનિયનના નેતાઓ પણ જોડાયા હતા.