જૂનાગઢ : પાક વીમાને લઇને પ્રદેશ કિસાન કોંગ્રેસ ફરી એક વખત મેદાનમાં પડી છે. આજથી એક મહિના અગાઉ પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાની હાજરીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં આવતા આજે ફરી એક વખત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાની હાજરીમાં જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પાક વીમાને લઈ કોંગ્રેસ ફરી મેદાનમાં, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - jnd news
પાક વીમાને લઈને પ્રદેશ કિશાન કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવીને તાકીદે ખેડૂતોને પાક વીમો ચુકવવામાં આવે તેવી માગ કરી હતી.
પાક વીમાને લઈ કોંગ્રેસ ફરી મેદાનમાં, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
આ વખતે તેમની સાથે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા ખાસ ઉપસ્થિત રહીને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન કલેકટર સમક્ષ રજૂ કર્યો હતો અને માગ કરી હતી કે જૂનાગઢ જિલ્લાની સાથે સમગ્ર રાજ્યના ખેડૂતોને પાક વીમો તાકીદે ચૂકવવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા રાજ્યમાં અહિંસક આંદોલનની શરૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.