જયારે ભારત સરકારે પાડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા અધિનિયમ બનાવીને ભારતના આત્માનેજ પ્રખરતાથી પ્રગટ કર્યો છે.
માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર
જૂનાગઢઃ માંગરોળ તાલુકા સંવિધાન બચાવો કાર્યકરો દ્વારા NRC અને CAAના સમર્થનમાં માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં નાગરીક સંશોધન અધિનિયમનો આ કાયદો નાબુદ ન કરવો અને આ કાયદો અમલમાં રાખવાનું જણાવાયું હતું.
માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર
જયારે સંવિધાન બચાવો પક્ષ સરકાર પાસે માંગણી કરી હતી કે, નાગરીક સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાયદાનો તાત્કાલિક અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ, શીખ, બૌધ, જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરીકતા આપી સ્વાભીમાન પુર્વક જીવવાના તેમના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઇ હતી.