જૂનાગઢ : શહેરમાંથી પોતાની જાતને DySP હોવાનો રોફ જમાવી લોકો સાથે છેતરપિંડી કરતા વડોદરાનો એક શખ્સ પકડાયો હતો. જે હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે આજે જૂનાગઢ પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે. જૂનાગઢ પોલીસની ટ્રાફિક શાખા શહેરમાં તપાસ કરી રહી હતી, ત્યારે આ દરમિયાન સાબલપુર ચોકડી નજીકથી મૂળ સુરેન્દ્રનગરનો એઝાઝ ખોજાણી તેની કારમાં પોલીસ લખેલું મોટું બોર્ડ લગાવી જાહેરમાં રોફ જમાવતો હોવાની બાતમી મળતા જ પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
Fake police caught : જૂનાગઢ માંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો, જાણો કઇ રીતે ફૂટ્યો ભાંડો - નકલી પોલીસ ઝડપાયો
જૂનાગઢ પોલીસે નકલી પોલીસ બનીને રોફ જમાવતો સુરેન્દ્રનગરના એઝાઝ ખોજાણીની જૂનાગઢ શહેરના સાબલપુર ચોકડી નજીકથી અટકાયત કરીને પોલીસમાં કોઈપણ પ્રકારનો હોદ્દો નહીં ધરાવતા હોવા છતાં પણ પોલીસ તરીકે ઓળખ આપીને રોફ જમાવતા આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
![Fake police caught : જૂનાગઢ માંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો, જાણો કઇ રીતે ફૂટ્યો ભાંડો Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-01-2024/1200-675-20526126-thumbnail-16x9-cop.jpg)
Published : Jan 17, 2024, 6:40 AM IST
નકલી પોલીસ ઝડપાયો : સમગ્ર રાજ્યમાં નકલીની જાણે કે ભરમાળ ચાલી નીકળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. શહેર માંથી નકલી ધારાસભ્ય, નકલી DySP, નકલી ડોક્ટર અને આજે નકલી પોલીસ કર્મી પકડાયા છે. જે દર્શાવી આપે છે તે નકલી બનીને રોફ જમાવતા હિન માનસિકતા ધરાવતા આરોપીઓ સતત વધી રહ્યા છે. પોલીસ આવા ઘણા આરોપીને પકડી ચૂકી છે, તેમ છતાં નકલી બનીને લોકોને છેતરપિંડીના સીસામાં ઉતારતા કે રોફ જમાવતા આરોપી અટકવાનું નામ લેતા નથી. પોલીસ પકડમાં રહેલા એઝાઝ ખોજાણીની જૂનાગઢ પોલીસે IPC ની ધારા 170 અંતર્ગત ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અસલી પોલીસે તપાસ હાથ ધરી : જૂનાગઢ પોલીસ પકડમાં રહેલો આરોપી એઝાઝ ખોજાણી સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ બજાર માં ફ્રુટ નો ધંધો કરતો હોવાનું પણ પોલીસ પૂછપરછ માં સામે આવ્યું છે. એઝાઝ પોલીસ લખેલી કારમાં જૂનાગઢ શા માટે આવ્યો હતો? તેણે આ પ્રકારે પોલીસની ખોટી ઓળખ આપીને કોઈ વ્યક્તિ સાથે કોઈ ગેરરીતિ કે અન્ય અપરાધ કર્યો છે કે કેમ? તેને લઈને પણ પોલીસ આગામી દિવસોમાં તેની પૂછપરછ દરમિયાન કોઈ ખુલાસો કરે તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી.