ગુજરાત

gujarat

ETV Bharat / state

હર્ષદ રીબડિયાને જિલ્લા કોંગ્રેસે કહ્યા ગદ્દાર, આક્રોશ સાતમા આસમાને - Junagadh Latest News

ગઈ કાલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ પોકીયાએ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અન્ય રાજકીય પક્ષમાં જોડાવાને લઈને ગાંધીનગરમાં ગતિવિધિ કરી રહ્યા છે. જેને લઈને આજે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરોમાં પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જિલ્લા પ્રમુખ નટવરલાલ પોકિયા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બંનેના ફોટા પર ગદ્દારો લખીને ખૂબ વિરોધ કર્યો છે.

હર્ષદ રીબડિયાને જિલ્લા કોંગ્રેસે કહ્યા ગદ્દાર, આક્રોશ સાતમા આસમાને
હર્ષદ રીબડિયાને જિલ્લા કોંગ્રેસે કહ્યા ગદ્દાર, આક્રોશ સાતમા આસમાને

By

Published : Oct 5, 2022, 6:34 PM IST

વિસાવદ:ગઈ કાલે જુનાગઢ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું આપી દેતા, બુધવારે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે, વિસાવદર વિધાનસભા બેઠકના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા અને વિધાનસભાના નાનાથી લઈને મોટા કાર્યકરો ઉપસ્થિત હતા. તેમણે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ પોકિયા વિરુદ્ધ ભારે રોષવ્યક્ત કર્યો હતો.

હર્ષદ રીબડિયાને જિલ્લા કોંગ્રેસે કહ્યા ગદ્દાર, આક્રોશ સાતમા આસમાને

ગદ્દાર લખ્યુંઃ તેમના ફોટા અને તેમના નામ પર ગદ્દાર લખીને ખૂબ આકરો રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં હર્ષદ રીબડીયા અને નટવર પોકિયાને મતદારો તેનું સ્થાન દેખાડી દેશે. તેમાં કોંગ્રેસનો કાર્યકર એક સાથે કામ કરીને આ બંને ગદ્દારોને પોતાનું સાચું સ્થાન બતાવશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


જિલ્લા પ્રમુખની વરણી:જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતભાઈ અમીપરાની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ વધુ મજબૂત બને અને ખાસ કરીને વિધાનસભા વિસાવદરની સાથે સમગ્ર જુનાગઢ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ખૂબ સારું પરિણામ લાવી શકે, તેને ધ્યાનમાં રાખીને વિસાવદરના ભરત અમીપરાને જિલ્લા પ્રમુખ તરીકે પ્રદેશ કોંગ્રેસે જવાબદારી સોંપી છે. આમ કોંગ્રેસે એક કાંકરે બે પક્ષી મારીને હર્ષદ રીબડીયા સામે વિસાવદરમાં પડકાર ઉભો કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details