જૂનાગઢ: જિલ્લામાં આંગણવાડી અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયામાં કેટલીક અનિયમિતતાને લઈને મહિલાઓએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
- જૂનાગઢની આંગણવાડી સંચાલક બહેનો કલેક્ટરને આવદેન આપ્યું
- ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાને દૂર કરવાની માગ કરી
- ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાય બાબતે કલેકટરને રજૂઆત કરી
જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી અને તેળાગર બહેનોની જે નિમણૂક કરવામાં આવી છે. જેને લઈને હવે ધીમા પગલે વિરોધ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરતી પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવેલી કેટલીક મહિલાઓ પોતાની સાથે અન્યાય થયો છે. જેને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરીએ એકઠી થઈ હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાયને દૂર કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે તેવી માગ કરી હતી.
જૂનાગઢની આંગણવાડી સંચાલક બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ભરતીમાં થયેલા અન્યાય બાબતે કરી રજૂઆત જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી સંચાલિકાઓ અને તેડાગર બહેનો અનિયમિતતાને લઈને છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરતી જોવા મળતી હતી, પરંતુ અંતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ બહેનો એકઠી થઈ હતી અને તેમને ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાય બાબતે કલેકટરને રજૂઆત કરીને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માગ કરી હતી.
જૂનાગઢની આંગણવાડી સંચાલક બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ભરતીમાં થયેલા અન્યાય બાબતે કરી રજૂઆત