- જૂનાગઢમાં બપોરે અઢી કલાકની આસપાસ સંભળાયો પ્રચંડ ધડાકો
- ધડાકાની ધ્રુજારી આવતા લોકોને ધરતીકંપનું અનુમાન
- અધિકારીઓ ધડાકાનું કારણ અને જગ્યા શોધવાની કામગીરી હાથ ધરાઈ
જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં બપોરના અઢી વાગ્યાની આસપાસ એક પ્રચંડ ધડાકા સાથે નો અવાજ સંભળાયો હતો. અવાજ જૂનાગઢ શહેર (Junagadh city)સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં થોડા ઘણા અંશે સાંભળવા મળ્યો હતો. જોકે ધડાકા બાદ લોકો એ ધરતીકંપના (Earthquake)આંચકાને લઈને અનુમાનો લગાવવામાં શરૂ કર્યા હતા.
ધડાકો ધરતીકંપનો નહીં અન્ય કોઈ કારણે થયો
પરંતુ આ ધડાકો ધરતીકંપને કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણે થયું હોવાની જિલ્લા ડિઝાસ્ટર ઓફિસ દ્વારા વિગતો આપવામાં આવી રહી છે કે ધડાકા નું સાચું કારણ જાણવા ને લઈને ડિઝાસ્ટર વિભાગના અધિકારી(Disaster Department Officer)ઓ રાજ્યની વડી કચેરીના સંપર્કમાં રહીને ધડાકાનું વિગતવાર પૃથ્થકરણ કરી રહ્યા છે.
લોકોએ ધરતીકંપનો કોઈ પ્રચંડ આંચકો અનુંભવ્યો
શહેરમાં આજે બપોરે અઢી કલાકની આસપાસ એક પ્રચંડ ધડાકો ધ્રુજારી સાથે જોવા મળ્યો હતો ધડાકો થતાંની સાથે જ લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. મોટાભાગના લોકોએ ધરતીકંપનો કોઈ પ્રચંડ આંચકો આવ્યો છે તેવું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધો હતુ. પરંતુ ધડાકાનો અવાજ અને ધ્રુજારી અંગે જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બપોરના સમયે થયેલો ધડાકાને ધરતીકંપના આંચકાને સાથે કોઈ નિસ્બત નહીં હોવાનું જણાવ્યું હતું. ધડાકાની અવાજ અને તેની ધ્રુજારીને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો હજુ સુધી ધડાકા નું કારણ અને કયાં વિસ્તારમાં ધડાકો થયો છે તેની ચોક્કસ વિગતો જિલ્લા ડિઝાસ્ટર કચેરીને પણ મળી નથી.