ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ - જૂનાગઢમાં સહકાર સભા

જૂનાગઢમાં આજે કેન્દ્રીય સહકાર અને ગૃહ પ્રધાનની ઉપસ્થિતિમાં સહકાર ક્ષેત્રના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે તેના 20 મિનિટના ભાષણમાં એક પણ વખત કોંગ્રેસનું નામ લીધા વિના સભામાં ભાષણ પૂરું કર્યું હતું.

Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ
Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ

By

Published : Mar 19, 2023, 5:52 PM IST

Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ

જૂનાગઢ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની વિશેષ હાજરીમાં આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જુનાગઢ સહિત ગીર સોમનાથ પોરબંદર રાજકોટ અને અમરેલી જિલ્લાના ખેડૂતો અને સહકારી આગેવાનોનું સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર માંથી સહકારી નેતાઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો:Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ

વિરોધ પક્ષનુ નામ લીધા વિના ભાષણ: અમિત શાહે કોઈ પણ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધા વિના સભા પૂરી કરી હોય તેવો આ કદાચ પહેલો બનાવ હશે. અમિત શાહનું ભાષણ પૂર્ણ થતા જ સભામાં હાજર ખેડૂતો અને સહકારી નેતાઓ સભા મંડપ છોડીને ચાલતા પણ જોવા મળ્યા હતા. સહકાર સંમેલનમાં આંખે ઊડીને વળગે તેવી વિશેષ બાબત ધ્યાન પર આવી હતી આજના સહકાર સંમેલનમાં અમિત શાહે 20 મિનિટ કરતાં વધુ સમય માટે ભાષણ કર્યું હતું. પરંતુ એક પણ વખત કોંગ્રેસ કે અન્ય વિરોધ પક્ષનુ નામ લીધા વિના તેમણે સહકાર સભાનું ભાષણ પૂરું કર્યું હતું.

શાહનું ભાષણ બંધ થતા લોકો ચાલ્યા: આજના સહકાર સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે કલાક કરતાં વધારે સમય મોડા પહોંચ્યા હતા. જેને લઇને લોકો પણ અકળાઈ ગયા હશે, ત્યારે અમિત શાહે જેવું તેનું ભાષણ પૂરું કર્યું ત્યારે તુરંત જ સભામાં બેઠેલા ખેડૂતો લોકો અને સહકારી કાર્યકરોએ સભા મંડળમાંથી ચાલતી પકડી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હજુ કાર્યક્રમ શરૂ હતો તેવા સમયે લોકો સભા મંડપ માંથી બહાર જતા પણ જોવા મળ્યા હતા જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

આ પણ વાંચો:Rajkot Liquor Case: એડિશનલ કલેકટર લખેલી ગાડીમાંથી મળ્યો દારૂ, તપાસનો ધમધમાટ ચાલું

કેશોદના ખેડૂતને મળ્યો રાજ્યનો એવોર્ડ: કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત ભરત પટેલને સમગ્ર રાજ્ય માં પ્રાકૃતિક અને ખેતીમાં સતત નવા સંશોધનો કરવા બદલ આ વર્ષનો રાજ્યના સર્વશ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત તરીકેનો એવોર્ડ અમિત શાહના હસ્તે ભરત પટેલને આપવામાં આવ્યો હતો. ભરત પટેલ અને તેમના ધર્મપત્ની પાછલા ઘણા વર્ષોથી ખાસ કરીને શાકભાજી ની દેશી જાતના બિયારણો નું સંવર્ધન અને તેનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે આધુનિક સમયમાં લોકો દેશી બિયારણોથી દૂર થતા જાય છે, ત્યારે ભરત પટેલની દેશી બિયારણો સાચવવાની અને તેના સંવર્ધન કરવાને કારણે તેને રાજ્યના બેસ્ટ પ્રગતિશીલ ખેડૂત તરીકેનો એવોર્ડ આપાયો હતો.

ABOUT THE AUTHOR

...view details