ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માંગરોળ અને ચોરવાડની મુલાકાતે, પરિસ્થિતિ અંગે મેળવી માહિતી - Hurricanes

જૂનાગઢ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બુધવારના રોજ 'વાયુ' વાવાઝોડાના અસરગ્રસ્ત એવા ચોરવાડ અને માંગરોળની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે લોકો સાથે મુલાકાત કરી વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવી કાર્યકરોને મદદ માટે ખડેપગે રહેવા આદેશો કર્યા હતા.

અમિત ચાવડા

By

Published : Jun 13, 2019, 9:19 PM IST

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બુધવારના રોજ જૂનાગઢના વાવાઝોડાથી અસરગ્રસ્ત માંગરોળ અને ચોરવાડની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ચોરવાડના દરિયાઈ વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની અસરને લઈને સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા, બાબુ વાજા, સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને અમિત ચાવડાએ આફતની કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાના આદેશો આપ્યા હતા.

અમિત ચાવડાએ માંગરોળ અને ચોરવાડની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

આગામી 24 કલાક સુધી દરિયાઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે આ પરિસ્થિતમાં કોંગ્રેસના કાર્યકરો પણ ખડેપગે રહીને લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે કામગીરી કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી પણ જૂનાગઢ આવ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જૂનાગઢની મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details