જૂનાગઢ: 'દેશી બાબુ, ઈંગ્લીશ મેમ' હિન્દી ચલચિત્રની કહાની મુજબની પ્રેમ કથા ગીરમાં નિરૂપણ થતી જોવા મળી. મૂળ અમેરિકાની એલિઝાબેથ અને તાલાલા નજીક ગુંદરણ ગામ (Gundaran Village Talala)ના બલદેવ ભેટારીયા વચ્ચે સોશિયલ મીડિયા થકી પ્રેમ થયો હતો. પ્રેમ એટલો પાંગર્યો કે એલિઝાબેથે તાલાલા આવીને ગીરના બલદેવ ભેટારીયા નામના યુવાન સાથે લગ્ન (American Girl Marry Gujarati Boy) કરી લીધા.
ફેસબુક પર બન્યા હતા મિત્ર-વર્ષ 2014માં બલદેવ ભેટારીયા વ્યવસ્થાપનમાં તેની લંડનથી પદવી પ્રાપ્ત કરીને તાલાલા પરત આવ્યો હતો. આ સમય દરમિયાન તેનો સંપર્ક અમેરિકાની એલિઝાબેથ નામની યુવતી સાથે થયો હતો. ફેસબુક મિત્ર (Friends On Facebook Story) બન્યા બાદ એલિઝાબેથ અને બલદેવ વચ્ચે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ થઈ. એલિઝાબેથ અને બળદેવના મનમાં પ્રેમના અંકુરો (Successful Love Stories) ક્યારેય ફુટ્યા તેનો બંનેને કશો જ ખ્યાલ પણ ના આવ્યો અને સોશિયલ મીડિયામાં મિત્ર બનેલા એલિઝાબેથ અને બળદેવે લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો:અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ઉદ્યોગપતિની પુત્રી અંકલેશ્વરથી ભાગી પહોંચી પટના