જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે તમામ જળાશયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા - સતાધાર
હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. જેને કારણે નીચાણ વાળા વિસ્તાર તેમજ આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
reservoirs overflow
By
Published : Aug 30, 2020, 6:27 PM IST
જૂનાગઢ: સતત વરસાદ વરસવાને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે. આ જળાશયોમાં પાણીનો જથ્થો વધતા તેના દરવાજાઓ જરૂરિયાત મુજબ ખોલવામાં આવી રહ્યા છે. જેમાં આંબાજળ, સરસઈ, ઓઝત, વિયર અને વ્રજમી ડેમ છલકાઈ ગયા છે. ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેને ધ્યાને રાખીને નદીના પટ વિસ્તારના ગામો તેમજ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં આવેલા તમામ જળાશયો છલકાઈ રહ્યા છે. જેને લઇને જળાશયોના દરવાજા જરૂરિયાત મુજબ ખોલવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે તમામ જળાશયો ઓવરફ્લો
આવી પરિસ્થિતિમાં ડેમોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ નદીઓમાં વહેતા થશે. જેના કારણે નદીના પટ વિસ્તારમાં તેમજ નીચાણવાળા ગામોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ગામોને આદેશ કરાયો છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેથી લોકોને બિનજરૂરી નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.