ગુજરાત રાજ્ય સાઈકલિંગ એસોસિએશન દ્વારા જૂનાગઢની ભવનાથ તળેટીમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કેટેગરીમાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 88 જેટલા સાયકલીસ્ટોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી.
ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધા યોજાઈ - junagdh news
જૂનાગઢઃ ગીરનાર પર્વત પર દર વર્ષે સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં દેશના હજારો યુવાનો ભાગ લઈ પોતાનું કૌવત બતાવે છે, ત્યારે આજે ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનાથમાં આવેલી લાલઢોરી વિસ્તારમાં આ સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં 27 કિલોમીટરનું અંતર સિનિયર બોયઝ અને ગર્લ્સ માટે રાખવામાં આવ્યું હતું. ગિરનાર પર્વતના ઊબડ ખાબડ રસ્તાઓ અને વરસાદને કારણે લપસી પડાઇ તેવી ચીકણી માટીમાં પણ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ, રોમાંચ અને જીતવાના ઝનુન સાથે આ સ્પર્ધાને સાચા અર્થમાં માણી હતી.
આજની સ્પર્ધામાં વિજેતા થયેલા સાયકલિસ્ટો આગામી દિવસોમાં રાજ્ય સ્તરે થનારી સ્પર્ધામાં ભાગ લેશે. જો અહીંના સાયકલીસ્ટો ત્યાં પણ સફળ થશે તો, રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે નેશનલ સાયકલીંગ સ્પર્ધાની ઈવેન્ટમાં પણ ભાગ લેવાની આ શુરવીરોને તક મળશે.