મળતી વિગતો મુજબ, કેશોદના અજાબ ગામે સોસાયટી વિસ્તારમાં મગર આવી ચડ્યો હતો. જેની જાણ વનવિભાગને કરાતા રેસ્કયુ ટીમે મગરને પકડવાની કામગીરી શરૂ કર્યાની ગણતરીની મિનિટોમાં મગરને રેસ્કયુ કરી વનવિભાગે કબજે કરી લીઘી હતી.
કેશોદના અજાબ ગામે મહાકાય મગરને પકડવા રેસ્કયુ હાથ ધરાયું
જૂનાગઢ: જિલ્લાના કેશોદના અજાબ ગામે સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી. કેશોદ વન વિભાગ દ્વારા કરવામાં આવેલા રેસ્કયુમાં સાસણના ડેમ વિસ્તારમાં મગરને છોડવામાં આવશે.
આ મગરને સાસણ વિસ્તારનાં ડેમમાં છોડવામા આવશે. RFO કેશોદના ફલદુ સાહેબના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર કોડીયાતર સાહેબ તેમજ ટ્રેકર ટીમના અભય વ્યાસ નિરવ લશ્કરી અને પાર્થ રાવરાણી દ્વારા રેસ્કયુની સફળ કામગીરી સમયસર કરવામાં આવતા લોકો દ્વારા પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
અવારનવાર વન્ય પ્રાણીઓ જેવા કે દિપડા, અજગર, સાપ, સિંહ જેવા જાનવરો ગીર બોર્ડરનું ગામ હોય કેશોદ વન વિભાગ દ્વારા તાત્કાલીક સેવા પૂરી પાડવાથી કયારેય માનવ ઈજાનો બનાવ બન્યો નથી. લોકોમાં પણ જાગૃતતા આવી હોય તેવુ જોવા મળી રહ્યુ છે.