ગુજરાત

gujarat

ETV Bharat / state

Agri Eco Tourism: એગ્રી ઈકો ટુરિઝમમાં વિકાસની સાથે રોજગારીની પણ તકો - એગ્રી ઈકો ટુરિઝમ સેમિનાર

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં (Agriculture University of Junagadh) એગ્રી ઈકો ટુરિઝમ વિષય સેમિનારનું આયોજન(Agri Eco Tourism )કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે એગ્રો ઇકો ટુરિઝમમાં તકો પડેલી છે. આ તકોને પર્યટનના માધ્યમથી કઈ રીતે આગળ લઈ શકાય તેને લઈને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Agri Eco Tourism: એગ્રી ઈકો ટુરિઝમમાં વિકાસની સાથે રોજગારીની પણ તકો
Agri Eco Tourism: એગ્રી ઈકો ટુરિઝમમાં વિકાસની સાથે રોજગારીની પણ તકો

By

Published : Mar 9, 2022, 1:50 PM IST

જૂનાગઢઃએગ્રી ઈકો ટુરિઝમ વિષય લઈને જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં (Agriculture University of Junagadh)એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે એગ્રો ઇકો ટુરિઝમને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢથી લઈને દિવ સુધીના વિસ્તારમાં ખૂબ વિશાળ તકો પડેલી છે.

વ્યવસાયીઓને અપાયું માર્ગદર્શન

આ તકોને પર્યટનના માધ્યમથી કઈ રીતે આગળ લઈ શકાય તેને લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એક દિવસના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશ પર્યટન વિકાસ નિગમના(Madhya Pradesh Tourism Development Corporation)અધ્યક્ષ વિનોદકુમાર ગોટીયાએ હાજર રહીને ઉપસ્થિત વિદ્યાર્થીઓની સાથે એગ્રી ઈકો ટુરિઝમ ક્ષેત્રમાં કામ કરતા વ્યવસાયકારોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

એગ્રી ઈકો ટુરિઝમ વિષય સેમિનાર

આ પણ વાંચોઃરાષ્ટ્રીય સફાઈ બોર્ડના ચેરમેન એમ વૈકટેંશને લીધી જૂનાગઢની મુલાકાત, સફાઈ કામદારો સાથે કરી મુલાકાત

એગ્રો ઇકો પર્યટન કોરિડોરમાં થઈ શકે ખૂબ વિખ્યાત

જૂનાગઢથી લઈને દિવ સુધીના વિસ્તારને પર્યટનના કોરિડોર તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. 200 કિલોમીટરના પર્યટન કોરિડોરમાં ધાર્મિકથી લઈને જંગલના રાજા સિંહ અને દરિયાઈ સંપત્તિ સહfત મોટાભાગની તમામ પર્યટન સુખ-સુવિધાઓ આ વિસ્તારમાં જોવા મળે છે. આવા સમયે ખેતીવાડી ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટુરિઝમ કોરિડોર જૂનાગઢથી લઈને દીવ સુધી

ઇકો એગ્રી પર્યટનને લઈને વધુ હકારાત્મક બને તો તેમનું કૃષિ વિભાગમાં મેળવેલું જ્ઞાન ટુરિઝમને વિકસાવવામાં અને તેમાંથી રોજગારી મેળવવાની સાથે અન્ય લોકોને રોજગારી પ્રાપ્ત કરાવવાની વિપુલ શક્યતાઓ પડેલી છે.

એગ્રો ઇકો ટુરિઝમની વિશાળ તક

ટુરિઝમ કોરિડોર એવા જૂનાગઢથી લઈને દીવ સુધીના વિસ્તારમાં એગ્રી ઇકો ટુરિઝમની ખૂબ વિશાળ શક્યતાઓ છે અને કેટલાક ખેડૂતો આજે આ ઇકો ટુરિઝમની શક્યતાઓને લઇને કામ કરી રહ્યા છે. તેમાંથી સારું આર્થિક વળતર મેળવવાની સાથે અન્ય રોજગારવાંચ્છુઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચોઃજૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપની કરી શોધ, ખેડૂતોને ઈયળના ઉપદ્રવ સામે મળશે રક્ષણ

ABOUT THE AUTHOR

...view details