ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં ડુપ્લીકેટ PUCનો ધંધો આવ્યો સામે, પોલીસે શરુ કરી તપાસ - ગ્રાહક દ્વારા પોલીસ ફરીયાદ

જુનાગઢ: જિલ્લાના માંગરોળમાં RTO એજન્ટ નગરી નામની પેઢીમાં ડુપ્લીકેટ PUC નીકળતી હોવાનો એક ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહક દ્વારા માંગરોળ પોલીશ સ્ટેશનમાં લેખિત ફરીયાદ આપતા તપાસ હાથ ઘરાઇ છે.

ડુપ્લીકેટ PUC

By

Published : Sep 20, 2019, 1:34 PM IST

સરકાર દ્વારા વાહનોમાં નવા કાયદા મુજબ તમામ ગાડીના ડોક્યુમેન્ટ વિમો PUC લાયસન્સ સહીતના તમામ ડોકયુમેન્ટ સાથે રાખવાનો કાયદો આવતાની સાથે જ RTO એજન્ટને ઘી કેળાં જેવી પરિસ્થીતી બની છે. ત્યારે માંગરોળમાં એક RTO એજન્ટ નગરી નામની પેઢીમાં ડુપ્લીકેટ PUC નીકળતી હોવાનો એક ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરાઇ છે અને ન્યાયની માંગ કરી છે, જેમાં ગ્રાહકે ત્યાંથી PUC કઢાવતાં જુની તારીખમાં PUC અપાતા ગ્રાહકે પુછતા PUC ફાડી નાખીને પુરાવાનો નાશ કરતા આ ગ્રાહક દ્વારા માંગરોળ પોલીસને લેખીત ફરીયાદ કરાતા તપાસ હાથ ધરાઇ છે.

માંગરોળમાં ડુપ્લીકેટ PUCનો ધંધો આવ્યો સામે, ગ્રાહક ધ્વારા પોલીસ ફરીયાદ

RTOનું નવું અપડેટ લાગુ કરવાના હોય જેથી હાલ PUC બંધ હોવા છતાંપણ માંગરોળમાં જુની તારીખમાં બોગસ PUC કાઢી આપવાનો ધંધો શરૂ થયો છે. જયારે હાલતો માંગરોળ પોલીશ સ્ટેશનમાં ફરીયાદની તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ આવનારા સમયમાં શું થશે તે તો જોવાનું જ રહયું.

ABOUT THE AUTHOR

...view details