જૂનાગઢ :રંગોનું પર્વ ધુળેટીની ધાર્મિક આસથા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વહેલી સવારથી જ યુવાન એકબીજા પર કલરની છોડો ઉડાવીને ધુળેટીની રંગબેરંગી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. પાછલા બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ધૂળેટીની સાર્વત્રિક ઉજવણી જોવા મળતી ન હતી, પરંતુ આ વર્ષે જાણે કે પાછલા તમામ વર્ષોનો કસર રંગ રસિયાઓ દ્વારા પૂરો કરવામાં આવતો હોય તે પ્રકારે ઠેરઠેર કલરની છોડો ઉડાવીને ધુળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પહેલી સવારથી યુવાન હાથમાં કલર લઈને એક મેકને જાણે કે રંગવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
રંગ રસિયાઓએ ETV Bharat સાથે કરી વાત :પાછલા ત્રણ વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે જે રીતે ધુળેટીની ઉજવણી ખૂબ જ મર્યાદિત થતી હતી ત્યારે આ વર્ષે જાણે કે પાછલા તમામ વર્ષોનો કસર પૂરું કરવામાં આવી રહ્યો હોય તે પ્રમાણે ઠેરઠેર રંગબેરંગી કલરની છોડોની વચ્ચે કલરના પર્વ ધુળેટીની ઉજવણી થતી જોવા મળી રહી છે. જે રીતે લોકો કલર ઉડાવીને ધુળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે તે સનાતન ધર્મની સંસ્કૃતિની યાદ પણ અપાવી જાય છે. જે રીતે સનાતન ધર્મમાં ઉત્સવને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે ધુળેટી જેવો પ્રેમ અને કલરનો આ ઉત્સવ ખાસ કરીને યુવાનો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ સમગ્ર શહેર અને જિલ્લામાં ધૂળેટીની ઉજવણી ઠેર ઠેર રંગબેરંગી અંદાજમાં થતી જોવા મળી રહી છે.