જૂનાગઢ શહેરમાં ગત 24 કલાકથી માલધારી સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આંદોલન કરવામાં આવી રહ્યું હતું. જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે રાજ્ય સરકાર તરફથી મધ્યસ્થી કરતા માલધારી સમાજે સરકાર દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને તેમનું આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું.
રાજ્ય સરકારની મધ્યસ્થી બાદ જૂનાગઢમાં માલધારી સમાજનું આંદોલન સમેટાયું - The movement of Maldhari society
જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજની માગણીઓ પર વિચાર કરવાની ખાતરી અપાયા બાદ જૂનાગઢમાં ચાલી રહેલું માલધારી સમાજનું આંદોલન આખરે સમેટાઈ ગયું છે. માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે આત્મહત્યા કરી લેતા સમગ્ર માલધારી સમાજ રાજ્ય સરકાર સામે આંદોલનના માર્ગે ચડ્યો હતો.
ગઈ કાલે માલધારી સમાજના મ્યાજણભાઈ હુણે તેમના બન્ને પુત્રોને લોક રક્ષક દળની ભરતીમાં જે પ્રકારે અન્યાય થયો હતો. તેના આઘાતમાં સરકારી કચેરીમાં ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ માલધારી સમાજ સરકાર પ્રત્યે રોષે ભરાયો હતો અને મૃતકનો દેહ સ્વીકારવાનો ઈનકાર કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંદોલન પર ઊતરી ગયો હતો. છેલ્લા 24 કલાકથી સરકાર અને માલધારી સમાજ વચ્ચે LRD ભરતીને લઈને જે અસંતોષ સર્જાયો હતો તેમાં આજે સુખદ અંત આવ્યો છે.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, જૂનાગઢના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમાની હાજરીમાં માલધારી સમાજના અગ્રણીઓ વચ્ચે બે કલાક બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાન થતા મૃતક મ્યાજણ ભાઈના મૃતદેહને સ્વીકારવાની સમાજે તૈયારી દર્શાવી હતી.