- જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો સામે આવી
- તાપમાનમાં ઘટાડો જળવાયુ પરિવર્તનનો સ્પષ્ટ ઈશારો
- લઘુતમ તાપમાનમાં થઈ રહ્યો છે સતત વધારો
જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો જૂનાગઢમાં જોવા મળી - news in Junagadh
જળવાયુ પરિવર્તનની વિપરીત અને બિહામણી અસરો હવે પાછલા પાંચ વર્ષથી જૂનાગઢમાં જોવા મળી રહી છે. પાંચ વર્ષથી ડિસેમ્બર મહિનાના લઘુતમ તાપમાનમાં સતત બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડો જળવાયુ પરિવર્તનનો સ્પષ્ટ ઈશારો કરી આપે છે ડિસેમ્બર મહિનામાં સતત લઘુતમ તાપમાનમાં ઘટાડો ઠંડી ઓછી થવાનું પ્રમાણ પણ દર્શાવી રહ્યો છે.
જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો જૂનાગઢમાં જોવા મળી
જૂનાગઢ : જળવાયુ પરિવર્તનની વૈશ્વિક વિપરીત અને બિહામણી અસરો ધીમે ધીમે સામે આવી રહી છે. વાત જૂનાગઢ શહેરની કરીએ તો પાછલા પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરના ડિસેમ્બર મહિનાના લઘુતમ તાપમાનમાં સતત બે ડિગ્રીનો વધારો પાછલા પાંચ વર્ષથી થતો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનાનું જૂનાગઢ શહેરનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ પાંચ વર્ષ પહેલા જોવા મળતું હતું. જેમાં આજે ત્રણ ડિગ્રીનો વધારો થઈને તે 15 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જે જળવાયુ પરિવર્તનનો સ્પષ્ટ ઈશારો કરી આપે છે.
જૂનાગઢ શહેરના પાછલા પાંચ વર્ષના ડિસેમ્બર મહિનાના તાપમાન પર નજર નાખીએ તો વર્ષ 2016માં 13.4 ડિગ્રી 2017માં 14.8, 2018માં 13.5, 2019માં 15.7 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. તાપમાનનો વધારો જળવાયુ પરિવર્તનનો સ્પષ્ટ ઈશારો કરી આપે છે. જે આગામી દિવસોમાં પણ વધુ આગળ વધે તો નવાઇ પામવા જેવું કશું નહીં હોય. જે પ્રકારે ડિસેમ્બર મહિનાના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે. તેને કારણે શિયાળાની ઋતુ પણ ગરમ બનતી જોવા મળી રહી છે.