જૂનાગઢ:જિલ્લાના ભેંસાણ અને વિસાવદરમાં આજથી વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન પ્રારંભ કરવામાં આવ્યો છે. ભેસાણ અને વિસાવદરના મુખ્ય તમામ રસ્તાઓ દબાણના કારણે સાંકડા થઈ જતાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસાવદર શહેરમાં 350 થી વધુ અને ભેંસાણમાં 150 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રએ તાકીદ કરી હતી. જે અનુસંધાને વિસાવદર અને ભેંસાણમાં મોટાભાગના દુકાન ધારકો અને વેપારીઓએ દબાણમાં આવતા પોત પોતાના દુકાનની આજુ બાજુમાં વધારો કરવામાં આવતી તમામ નાની મોટી જગ્યા ઓટલાઓ સહિત સ્વેચ્છાએ સ્વખર્ચે તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
15 દિવસનો સમય: વિવેક ગોસ્વામી કે જેઓ ભેંસાણના અધિક્ષક ઈજનેર છે. તેમણે આપેલી માહિતી અનુસારજૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામના ત્રણ ધોરી માર્ગ ઉપર થયેલી પેશકદમીનો તમામ પ્રકારના પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જેમનો નિર્ણય સંકલ્પ સમિતિમાં પ્રાપ્ત અધિકારીના અધ્યક્ષ સ્થાને લેવામાં આવ્યું હતો. જેમાં અગાઉ પણ ભેંસાણના તમામ વેપારીઓને તંત્ર દ્વારા 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. નોટિસ પણ આપવામાં આવી હતી. જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ ધોરી માર્ગો ઉપર જે લોકો અને વેપારીઓએ દબાણ કરેલા હોય તેને પણ આજે ડિમોલેશન કરવામાં આવ્યું હતું.
"આજે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન 60 ટકા કરતાં વધુ દબાણ સ્વેચ્છાએ અથવા તો વહીવટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દૂર થયા છે હજુ કેટલાક દબાણકારોએ સરકારી જમીન પરનું દબાણ દૂર કર્યું નથી આવા તમામ લોકોને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની અંતિમ કાર્યવાહી કરવા તરફ માર્ગ અને મકાન વિભાગ પણ આગળ વધી રહ્યું છે" -- વિવેક ગોસ્વામી(ભેંસાણના અધિક્ષક ઈજનેર)
ડિમોલેશન કામગીરી: ભેસાણ અને વિસાવદર સહિતના વિસ્તારોમાં જેમાં જે લોકો દ્વારા મોટું દબાણ કરવામાં આવ્યું હોય તેવા લોકોને તંત્ર દ્વારા બે દિવસની મુદત આપવામાં આવી હતી. બીજા દબાણ જેવા કે લારી ગલ્લા તેમજ હોર્ડિંગો તેમજ નાની મોટી નડતરરૂપ દીવાલો તથા ફોટાઓ દૂર કરવામાં આવ્યા હતા. તમામ વેપારી મિત્રોએ તંત્રને સાથ સહકાર પણ આપ્યો હતો. જેમાં ભેંસાણ ના મુખ્ય ધોરીમાર્ગમાં ભેંસાણ થી જુનાગઢ જતો રસ્તો બીજો ભેંસાણ થી મોટા કોટડા રસ્તો તેમજ ભેંસાણ થી પરબ ધામ તરફ જતા રસ્તા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.