ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડિયો જોકી અદિતિ રાવલ વિરુદ્ધ, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ - અદિતિ વિરુદ્ધ સિંહ પ્રેમીઓમાં ભારે રોષ

રેડિયો જોકી અદિતિ રાવલ (Radio jockey Aditi Rawal) બની વિવાદનું કેન્દ્ર, ગીર જંગલમાં સિંહ (Aditi Rawal photo shoot controversy with Lion) સાથે ફોટો પડાવતા પ્રકૃતિપ્રેમીએ કરી પગલાની માંગ કરી છે. સિંહ સાથે સેલ્ફી લેવાના (Aditi Rawal's selfie with a lion) અને કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે.અદિતિ વિરુદ્ધ સિંહ પ્રેમીઓમાં ભારે રોષ (lot of anger among lion lovers against Aditi) જોવા મળી રહ્યો છે.

Etv Bharatરેડિયો જોકી અદિતિ રાવલ વિરુદ્ધ, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ
Etv Bharatરેડિયો જોકી અદિતિ રાવલ વિરુદ્ધ, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ

By

Published : Sep 28, 2022, 8:21 PM IST

જૂનાગઢ:સિંહ જે જંગલ કે રેવન્યુ વિસ્તારમાં દેખાય કે, કાળા માથાનો માનવી તેનો ફોટો કે મોબાઇલમાં સેલ્ફી લેવાનું ચૂકતો નથી. કોઇક તો મોબાઇલમાં તેની વિડીયો ક્લિપ પણ ઉતારે છે. અને બાદમાં તેને સોશ્યલ સાઇટ પર વાઇરલ પણ કરે છે. સિંહ સાથે સેલ્ફીને (lot of anger among lion lovers against Aditi) લઈને અનેક વખત ખ્યાતનામ અને સામાન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં સિંહસાથેની સેલ્ફી લેવાનું લોકો અટકાવતા નથી. થોડા દિવસો પહેલા, રેડિયો જોકી અદિતિ રાવલે ગીરના જંગલમાં સિંહની સાથે સેલ્ફી (Aditi Rawal photo shoot controversy with Lion) લઈને ફોટો સોશિયલ મીડિયા મારફતે અપલોડ કર્યો હતો. જે હવે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે, જેને લઇને હવે રેડિયો જોકી અદિતિ રાવલ વિરુદ્ધ વન્યજીવન ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સિંહ પ્રેમીઓમાં ભારે રોષ: અગાઉ અનેક વખત ખ્યાતનામ વ્યક્તિઓ, સિંહ સાથે સેલ્ફી લેવાને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે. સિંહ સાથે સેલ્ફી લેવાના અને કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કથાકાર મોરારીબાપુ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત અનેક લોકો સિંહ સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાઇરલ કરી હતી. જેને લઇને પણ ભારે રોષ જોવા મળતો હતો, ત્યારે ફરી એક વખત રેડિયો જોકી અદિતિ રાવલે સિંહ સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે ભૂતકાળની ઘટનાઓ બાદ પણ સિંહ સાથેની સેલ્ફીઓ લેવાનું અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું અટકતું જોવા મળતું નથી. જેને લઇને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details