જાણો અધિક શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા અને દર્શનનું મહત્વ જૂનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ત્યારે વર્ષ 2004 પછી ફરી એક વખત અધિક શ્રાવણ માસનો સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. જેને ગુજરાતમાં અધિક મહિનો કે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા દર્શન અને સેવા કરવાથી ખૂબ શુભ ફળ પ્રાપ્ત થતુ હોય છે. ત્યારે 19 વર્ષ પછી ફરી એક વખત અધિક શ્રાવણ માસ જેવો સંયોગ રચાયો છે જે 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે.
ભગવાન વિષ્ણુની સાથે દેવાધિદેવ મહાદેવની પૂજા દર્શન અને અભિષેક વૈદિક અંગ કાળ ગણતરી: સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારત વર્ષના હિંદુ પંચાંગ મુજબ અધિક મહિનો વૈદિક અંઅંક કાળ ગણતરીને કારણે પ્રતિ ત્રણ વર્ષે આવતો હોય છે. પ્રાચીન કાળમાં ભારતના ઋષિમુનિઓએ ગ્રહોની સ્થિતિ અને તેનો પૃથ્વી પર થઈ રહેલા પ્રભાવને ધ્યાન રાખીને દિવસ અને રાત્રી તેમજ બાર મહિના નિર્ધારિત કર્યા હતા. આવા સમયે દિવસ અને રાત્રિની તિથિમાં અંતર નિર્ધારિત થતા પ્રતિ ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે. જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ.
શ્રી હરિ વિષ્ણુની પૂજા અને દર્શન કરવાથી શુભ ફળ પ્રાપ્ત ચંદ્ર અને સૂર્યના માસની ગણતરી: અધિક સનાતન ધર્મના હિંદુ પંચાંગ મુજબ વૈદિક અંક કાળ પ્રમાણે ચંદ્રના માસ 354 દિવસ તેમજ સૂર્યના માસ 365 દિવસનું એક વર્ષ થતું હોય છે. ચંદ્ર અને સૂર્યના દિવસો વચ્ચે 11 દિવસનો ફેર પડતો હોય છે. જે દર ત્રણ વર્ષે ૩૩ દિવસનો થાય છે. જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રના મહિનામાં સૂર્યની સંક્રાંતિ થતી નથી. જેને કારણે તેને મળ માસ તરીકે પણ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે. જેને અશુભ માનવામાં આવે છે. જેથી તેમાં કોઈ શુભ કાર્ય નહીં પરંતુ ધર્મ કાર્ય થઈ શકે છે.
19 વર્ષ પછી ફરી એક વખત અધિક શ્રાવણ માસ જેવો સંયોગ રચાયો વિષ્ણુની પૂજા અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ: ગિરનાર પર્વત પર બિરાજતા ગુરુ દત્તાત્રેય શિખરના કમંડળ કુંડના મહંત મહેશ ગીરીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અધિક શ્રાવણ માસને ભગવાન વિષ્ણુની આરાધના પૂજા અને દર્શન માટે ખાસ માનવામાં આવે છે. કોઈ પણ ભાવિ ભક્તો તેમની આસ્થા અનુસાર અધિક માસમાં ભગવાન વિષ્ણુની સાથે દેવાધિદેવ મહાદેવની પૂજા દર્શન અને અભિષેક પણ કરી શકે છે. પરંતુ આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જેથી અધિક માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને અનુષ્ઠાનનું પણ વિશેષ મહત્વ છે.
- Sawan Somwar 2023: શ્રાવણમાં આ મંત્રો અને પૂજા પદ્ધતિથી મળશે શિવજીના આશીર્વાદ, જાણો અભિષેકની સાચી રીત
- Shravan Somwar 2023 : શ્રાવણ માસમાં આ વખતે VIP નહીં લઈ શકે બાબા વિશ્વનાથના દર્શનનો લાભ