ગુજરાત

gujarat

ETV Bharat / state

સાત મહિનાથી બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર નરાધમો પકડાઈ ગયા - Rape case in Junagadh

જૂનાગઢના એક ગામડામાં સાત મહિનાથી ત્રણ નરાધમો સગીર બાળકી સાથે દુષ્કર્મ (minor girl raped in Junagadh) આચરતા હતા. બાળકીએ સમગ્ર મામલાની જાણ પરિવારને કરતા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ હાથ ધરતા આજે ત્રણેય નરાધમોને પકડી પાડવામાં આવ્યા છે. (Girl raped for seven months in Junagadh)

સાત મહિનાથી બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર નરાધમો પકડાઈ ગયા
સાત મહિનાથી બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર નરાધમો પકડાઈ ગયા

By

Published : Dec 21, 2022, 8:55 PM IST

બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર નરાધમો પોલીસ પકડમાં

જૂનાગઢ : સાત મહિનાથી એક ગામમાં બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર ત્રણ (Junagadh Crime News) નરાધમોને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. જુનાગઢ તાલુકામાં સગીર બાળકી પર ત્રણ નરાધમો અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે વડાલ અને માખીયાળાના ત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. (Girl raped for seven months in Junagadh)

આ પણ વાંચોપિતાએ કેફી પીણું પીવડાવી પુત્રીને બનાવી હવસનો શિકાર

ત્રણ હવસખોરો ઝડપાયાબાળકીને હવસનો ભોગ બનાવનાર ત્રણ નરાધમો આજે પોલીસ પકડમાં જોવા મળી રહ્યા છે. આજથી સાત મહિના યસ દુધાત્રા તેના બે મિત્રો માખિયાળાનો કેયુર વાગડિયા અને વડાલ ગામના દિવ્યેશ ગજેરા સાગરી બાળકીને પોતાની હવસ સંતોષવા માટે સતત દુષ્કર્મનો ભોગ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ગઈકાલે સમગ્ર મામલાની જાણ બાળકીએ તેમના પિતાને કરતા સમગ્ર મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઇને પોલીસે પણ સમગ્ર મામલામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનારા યશ દુધાત્રા, કેયુર વાગડીયા, દિવ્યેશ ઞજેરા નામના ત્રણ હવસખોરને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. (minor girl raped in Junagadh)

આ પણ વાંચોમોરબીમાં હિંદુ યુવકનો સ્વાંગ રચી સગીરા સાથે દુષ્કર્મ, પોકસો હેઠળ ગુનો નોંધાયો

હવસનો પ્રથમ વાર શિકારપોલીસ તપાસમાં ખૂબ સનસની ખેંજ વિગતો બહાર આવી છે. આજથી સાત મહિના પૂર્વે પ્રથમ વખત યસ દુધાત્રા દ્વારા બાળકીને રાત્રિના સમયે તેમના ઘરની પાછળ આવેલી અવાવરું જગ્યામાં (Junagadh Police) જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીહતી. ત્યારબાદ યસના બે મિત્રો કેયુર વાગડિયા અને દિવ્યેશ ગજેરા એ બાળકીને સતત સાત મહિના સુધી કોઈ તીક્ષણ હથિયાર બતાવીને અનેક વાર જાતીય દુષ્કર્મનો શિકાર બનાવી હતી. સતત દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ ગઈકાલે તેના પરિવારને સમગ્ર મામલાથી વાકેફ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીને ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. (Rape case in Junagadh)

ABOUT THE AUTHOR

...view details