એક તરફ મહિલાઓ વિરુદ્ધ જાતીય દુષ્કર્મને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે. મૂળ અમદાવાની યુવતીને વડોદરાના યુવકે જૂનાગઢ તાલુકાના પલાસવા ગામમાં કામ આપવાના બહાને બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું
જૂનાગઢમાં યુવતિને કામની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, આરોપીની ધરપકડ - યુવતીને મારી નાખવાની ધમકી
જૂનાગઢઃ જિલ્લામાં વધુ એક મહિલા બની હવશખોરનો શિકાર. અમદાવાદની યુવતિને જૂનાગઢમાં બોલાવીને જાતીય દુષ્કર્મ આચરનાર વડોદરાના આરોપીની જૂનાગઢ પોલીસે પકડી પાડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં યુવતિને કામની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ
મળતી માહિતી મુજબ ફરિયાદી મહિલા અમદાવાદથી એકલી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી ત્યારે આરોપી રમણ બસમાં સવાર હતો, તેને યુવતીને એકલી જોઈને કામ આપવાની લાંલચ આપીને યુવતી સાથે જૂનાગઢ તાલુકાના પલાસવા ગામમાં લાવીને યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને યુવતીને મારી નાખવાની ધમકી આપી જૂનાગઢથી ફરાર થઇ ગયો હતો. જે ઘટનાને લઈને યુવતીની પોલીસ ફરિયાદને પગલે જૂનાગઢ પોલીસે આરોપી રમણને વડોદરાથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.