જૂનાગઢ: આગામી 15 તારીખ અને રવિવારે માં જગદંબાના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢની પ્રાચીન અને ધાર્મિક પરંપરા અનુસાર નવરાત્રીના દિવસો દરમિયાન અને તેની પૂર્વે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમા મહિલાઓ ખૂબ જ ધાર્મિક ભાવના અને ઉમળકાભેર ભાગ લઈને બેઠા ગરબા થકી માં અંબાને યાદ કરે છે. બેઠા ગરબાની આ પરંપરા સૌરાષ્ટ્ર પંથકમાં માત્ર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં જ જોવા મળે છે. જેને કારણે બેઠા ગરબા નવરાત્રીના દિવસો અને તેની પૂર્વે ખૂબ જ ધાર્મિક મહત્વ સાથે સૌ કોઈના મુખે ચર્ચાતા પણ જોવા મળે છે.
Navratri 2023: જૂનાગઢની ધાર્મિક પરંપરા અનુસાર નવરાત્રી પૂર્વે બેઠા ગરબાનું કરવામાં આવ્યું આયોજન - Junagadh Navratri 2023
આગામી 15 તારીખ અને રવિવારથી નવરાત્રિનું પર્વ શરૂ થઈ રહ્યું છે. ત્યારે જુનાગઢ ની ધાર્મિક પરંપરા અનુસાર દર વર્ષની માફક આ વર્ષે પણ બેઠા ગરબાનું આયોજન થતું જોવા મળે છે. વર્ષો પૂર્વે ની પ્રાચીન પરંપરા અનુસાર નાગરી નાતની મહિલાઓ દ્વારા નવરાત્રી શરૂ થાય તે પૂર્વે અને નવરાત્રીના દિવસો દરમિયાન બેઠા ગરબાનું આયોજન થતું હોય છે. જેમાં મહિલાઓ ખૂબ જ ઉમળકાભેર ભાગ લઈને ધાર્મિક પરંપરા સમાન નવરાત્રીના ગરબા કરતી જોવા મળે છે.
Published : Oct 10, 2023, 1:18 PM IST
નવાબી કાળની પરંપરા આજે પણ યથાવત:જૂનાગઢમાં બેઠા ગરબાની પરંપરા પાછલી એક સદી કરતા પણ વધુ જૂની હોવાનું માનવામાં આવે છે. નવાબી કાળ દરમિયાન બેઠા ગરબાનો સુવર્ણયુગ હતો. તેવું પણ માનવામાં આવે છે. ત્યારે નવરાત્રિના દિવસો દરમિયાન ખેલૈયાઓ ફરતા ગરબા કરે છે. પરંતુ બેઠા ગરબામાં કોઈ પણ વ્યક્તિમાં જગદંબાની બેઠા બેઠા આરાધના કરીને નવરાત્રીની ધાર્મિક ઉજવણી કરતા હોય છે. જેને કારણે પણ બેઠા ગરબા નવરાત્રીના નવ દિવસ દરમિયાન જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર થતા જોવા મળે છે. જેનું આયોજન નવરાત્રીના દિવસો દરમિયાન અને નવરાત્રી શરૂ થાય તે પૂર્વે કરવામાં આવતું હોય છે.
મહિલાઓએ આપ્યો પ્રતિભાવ:બેઠા ગરબાને લઈને જૂનાગઢની મહિલાઓએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. પલવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, "જે રીતે નવરાત્રિના દિવસો દરમિયાન અને ખાસ કરીને જૂનાગઢની નાગરી નાતમાં બેઠા ગરબાનુ વિશેષ મહત્વ છે. આ દિવસો દરમિયાન વાતાવરણ પણ એક ધાર્મિક રૂપ ધારણ કરી લેતુ હોય છે. જેને કારણે પણ મહિલા બેઠા ગરબાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. કેટલીક મહિલાઓ તો સમગ્ર વર્ષ પર નવરાત્રીની રાહ જોતી હોય છે. બેઠા ગરબાની વિશેષતા એ છે કે કોઈપણ મહિલા માત્ર તાલીના સથવારે ગરબા ગાઈ શકે છે. જેને કારણે પણ બેઠા ગરબા મહિલાઓની પહેલી પસંદ બની રહે છે. વધુમાં આ ગરબા દરમિયાન સંગીતના કોઈ મોટા વાદ્યોની પણ જરૂર પડતી નથી એક માત્ર તબલા અને હાર્મોનિયમના સહારે પણ બેઠા ગરબા ગાઈ શકાય છે.