આ ઉપરાંત આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો ગોધરાના રહેવાસી છે.
આ અકસ્માત એવી રીતે બન્યો કે, માંગરોળથી એક ટેમ્પો કેશોદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કેશોદથી પાચ કિલોમીટર દૂર કેવદ્રાના પાટીયા પાસે ટેમ્પોના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ ટેમ્પોમાં નવ લોકો સવાર હતાં. જેમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજયાં છે, જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ટેમ્પો માંગરોળથી ગોંડલ જઈ રહ્યો હતો. જેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ભોગ બનનાર લોકો ગોધરાના રહેવાસી છે.