- દગડ ગામ પાસે અકસ્માતની ઘટના
- માતા - પુત્રને કમકમાટી ભર્યા મોત
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
માણાવદરના દગડ ગામ પાસે અકસ્માતમાં માતા-પુત્રના કમકમાટીભર્યા મોત - Manavadar Police
માણાવદરના દગડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે માતા - પુત્રને હડફેટે લેતા ધટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
જૂનાગઢ : માણાવદરના દગડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે સંજયભાઈ ગોહેલ તથા દેવુબેન ગોહેલ હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુંં હતું. મોત માણાવદર PSI પી.વી.ધોકડીયાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે, દગડ ગામ જૂનાગઢ હાઇવે ઉપર રાત્રીના સમયે થયેલ માતા - પુત્રની અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર માણાવદર શહેરના વાદીવાસ વિસ્તારના રહેવાસી છે. તેઓ પુત્રવધુને કતકપરા ગામે મુકવા ગયેલા જયાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન રાત્રીના દગડ ગામ પાસે કોઇ અજાણ્યો વાહન ચાલક હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હજુ અજાણ્યા વાહન ચાલકની કોઇ જાણ મળી નથી. જયારે પોલીસે ફરાર થઇ જનારની શોધખોળ હાથ ધરી છે.