ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે અકસ્માત થતાં 7 લોકો ઈજાગ્રસ્ત - જૂનાગઢ ન્યુઝ

જૂનાગઢ: માંગરોળના માધવપુર રોડ પર આતરોલી પાસે એક PAIGO રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ઇજાઓ પહોંચી હતી.

માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

By

Published : Jan 15, 2020, 4:56 AM IST

પ્રાપ્ત માહિતી મુજબ, એક PAIGO રીક્ષા માધવપુરથી માંગરોળ તરફ આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી છકડો રીક્ષા તેને અથડાતા PAIGOમાં સવાર ભીખુભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ અને પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક માંગરોળ સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માંગરોળ માધુપુર રોડ પર આતરોલી પાસે બે રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

ABOUT THE AUTHOR

...view details