ગુજરાત

gujarat

ETV Bharat / state

મેંદપરા ગામમાં અન્ય ગામોના લોકોને પ્રવેશ બંધ, સરપંચ દ્વારા આદેશ

કોરોના વાઇરસના ખતરાને પગલે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામમાં અન્ય લોકોના પ્રવેશ પર ફરમાવવામાં આવ્યો પૂર્ણપણે પ્રતિબંધ. સુરત અને અન્ય ગામોના લોકો અહીં આવતા ગામના સરપંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મેંદપરા ગામમાં અન્ય ગામોના લોકોને પ્રવેશ બંધ, સરપંચ દ્વારા આદેશ
મેંદપરા ગામમાં અન્ય ગામોના લોકોને પ્રવેશ બંધ, સરપંચ દ્વારા આદેશ

By

Published : Mar 27, 2020, 9:01 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસના ખતરાને પગલે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામમાં લોકોના પ્રવેશ પર પૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરત અને અન્ય ગામોના લોકો અહીં આવતા ગામના સરપંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મેંદપરા ગામમાં અન્ય ગામોના લોકોને પ્રવેશ બંધ, સરપંચ દ્વારા આદેશ
હાલ કોરોના વાઇરસ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ તેનો પ્રભાવ દેખાડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામના સરપંચે ગામના વ્યક્તિઓને ગામની બહાર નહીં જવા તેમજ અન્ય ગામના લોકોને મેંદપરા ગામમાં પ્રવેશ નહીં કરવો તેવો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહવિભાગ દ્વારા પણ લોકોને ગામની હદ નહીં છોડવાની તાકીદ કરવામાં આવી છે, ત્યારે મેંદપરા ગામના સપરપંચ દ્વારા સમગ્ર ગામમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.મેંદપરા ગામની મોટા ભાગનો વ્યવહાર સુરત સાથે વધુ જોવા મળે છે. ગામના કેટલાક પરિવારો સુરતમાં રહે છે. ત્યારે સુરતમાં કોરોના વાઇરસના ખતરાને પગલે સુરતના લોકો મેંદપરા ગામમાં પ્રવેશ કરે તો ગામમાં કોરોના વાઇરસનો ઝટકો વધુ ઘેરો બની શકે તેમ છે. જેને ધ્યાને રાખીને ગામના વ્યક્તિઓએ ગામની બહાર નહિ જવું તેમજ અન્ય ગામના લોકોને ગામની અંદર પ્રવેશ નહિ કરવો તેવો પ્રતિબંધ આજથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details