જૂનાગઢ: ગીરના જંગલમાં હવે દિવસેને દિવસે મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ૩૩ ટકા મહિલા અનામત કાયદાનો અમલ ગિરના જંગલ વિસ્તારમાં સારી રીતે થઈ રહ્યો છે. જેના ભાગરૂપે ગીર જંગલમાં બીટ ગાર્ડ ફોરેસ્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને નાયબ વન સંરક્ષક સુધીના હોદ્દાઓ પર અંદાજીત 70 જેટલી મહિલા કર્મચારીઓ તેમની ફરજ ખંતપૂર્વક બજાવી રહી છે.
ગીરના જંગલમાં કેસરીની દહાડ વચ્ચે મહિલા કર્મચારીઓ ખંતપૂર્વક બજાવી રહી છે ફરજ - ગીરમાં સિંહોની સંખ્યા
ગીરના જંગલમાં તમામ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને પણ 70 જેટલી મહિલા કર્મચારીઓ તેમની ફરજ ખંતપૂર્વક બજાવી રહી છે. આ મહિલાઓ ગીરના જંગલની રખેવાળીની સાથે ગીર કેસરીની દેખભાળ કરવાનું હિંમતભર્યું કામ કરી રહી છે.
ગીરના જંગલમાં કેસરીની દહાડ વચ્ચે મહિલા કર્મચારીઓ ખંતપૂર્વક બજાવી રહી છે ફરજ
છેલ્લા 5થી 7 વર્ષમાં જંગલ વિસ્તારમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ગીરમાં નિમણૂક પામેલી આ મહિલાઓ બીટ ગાર્ડથી લઈને ફોરેસ્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને નાયબ વન સંરક્ષક સુધીના હોદ્દાઓ પર કામ કરીને ગીરના જંગલની રખેવાળીની સાથે ગીર કેસરી ની દેખભાળ પણ બખૂબી કરી રહી છે.
એક સમય હતો કે, જંગલની નોકરી માત્ર પુરુષ જ કરી શકે, પરંતુ ગીરમાં રહેતી આ બાહોશ મહિલાઓ આજે પુરુષ સમોવડી બનીને ગીરના ડાલામથ્થાની સાથે રહીને પોતાની ફરજ અદા કરી રહી છે.