ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસના પગલે જૂનાગઢમાં રામનમવી પ્રસંગે શોભાયાત્રા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ - In the wake of the virus, all religious programs, including processions, were canceled

કોરોના વાઈરસના વધતા જતા વ્યાપ અને ભયની વચ્ચે આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. વાઈરસની અસરને પગલે તમામ આયોજનો રદ કરવામાં આવ્યા છે. માત્ર મંદિરમાં આરતી કરીને રામ જન્મોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢમાં કોરોના વાઈરસની અસરને પગલે રામ જન્મોઉત્સવ નિમિત્તે રામજી મંદિરમાં કરાઈ આરતી
જૂનાગઢમાં કોરોના વાઈરસની અસરને પગલે રામ જન્મોઉત્સવ નિમિત્તે રામજી મંદિરમાં કરાઈ આરતી

By

Published : Apr 2, 2020, 5:00 PM IST

જૂનાગઢઃ શહેરમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત રામનવમીના દિવસે કોઈ વિશેષ આયોજન નહીં કરીને બિલકુલ સાદાઈથી રામ જન્મોઉત્સવને મનાવવામાં આવ્યો હતો.

કોરોના વાઈરસના વધતાં જતાં વ્યાપની વચ્ચે રામ જન્મોઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જૂનાગઢમાં આવેલા રામજી મંદિરમાં પૂજારી દ્વારા આરતી કરવામાં આવી હતી અને આ સમયે માત્ર બે જ ભક્તજનોની હાજરી મંદિર પરિસરમાં જોવા મળી હતી.

કોરોના વાઈરસની અસરને પગલે રામ જન્મોઉત્સવ નિમિત્તે રામજી મંદિરમાં કરાઈ આરતી
જૂનાગઢમાં આવેલા અને સૌ વર્ષ કરતાં પણ પૌરાણિક રામજી મંદિરમાં દર વર્ષે રામનવમીની ઉજવણી ધામધૂમપૂર્વક થતી હોય છે.

દર વર્ષે રામજી મંદિરથી ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં જૂનાગઢવાસીઓ જોડાઈને ભગવાન રામચંદ્રજીના જન્મોઉત્સવને ભારે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના પગલે શોભાયાત્રા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. માત્ર બપોરના સમયે આરતી કરીને ભગવાન રામચંદ્રજીના જન્મોઉત્સવને મનાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details