જૂનાગઢ: આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છે. તેમણે ગોંડલના ચિંતન સોજીત્રા નામના યુવક સાથે લગ્ન કર્યા છે. જે અંગેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રેશ્મા પટેલે લગ્નની નોંધણી કરાવી છે. રેશમા પટેેલે સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેમણે લગ્નની નોંધણી કરાવી રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે,
" સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકુંને તું હાથ આપે.. #જીવનસાથી, Feeling lots of love Got marriage with Chintan Sojitra'
કોણ છે રેશમા પટેલ: રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. તેઓ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રેશના પટેલે એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. આ પછી 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ પછી તેઓ NCPમાં જોડાઈ ગયા હતા.
ગોંડલના ચિંતન સોજીત્રા નામના યુવક સાથે લગ્ન અનામત માટે કરી હતી લડત:રેશમા પટેલ પાટીદાર અનામત આંદોલન દરમિયાન મુખ્ય ચહેરાઓમાંથી એક બન્યા હતા અને પાટીદાર સમાજ માટે લડાઈ લડી હતી. ભાજપ નેતા હાર્દિક પટેલના સાથી રહેલા રેશ્મા પટેલે પછી NCP સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હાલ તેઓ અહીં મહિલા વિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા રેશ્મા પટેલને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રેશ્મા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
- Rajkot News : MPમાં ભાજપ સરકાર બહેનોને સહાય આપે છે, ગુજરાતમાં કેમ નહીં, રેશમાં પટેલે લખ્યો CMને પત્ર
- Manipur Violence : મણિપુર હિંસા મુદ્દે આપ મહિલાઓનો આક્રોશ કહ્યું, દેશની દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે