ગુજરાત

gujarat

ETV Bharat / state

AAP પાર્ટીએ જૂનાગઢની વિધાનસભા બેઠક તરીકે યુવાન પાટીદાર ઉમેદવારને કર્યા પસંદ - જૂનાગઢની માળખાગત જરૂરિયાતો

આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ વિધાનસભા બેઠક (Junagadh assembly seat ) પર ગુજરાતના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ બેઠક પર યુવાન પાટીદાર અગ્રણી ચેતન ગજેરાની પસંદગી કરવામાં (AAP party selected young Patidar candidate ) આવી છે. જ્યારે બીજી બાજુ વિસાવદર બેઠક પર AAPએ ભુપત ભાયાણીની સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે VVIP કલ્ચર ઉભુ કરવામાં આવ્યું છે. તેને તુરંત દૂર કરી દેવામાં આવશે.

AAP પાર્ટીએ જૂનાગઢની વિધાનસભા બેઠક તરીકે યુવાન પાટીદાર ઉમેદવારને કર્યા પસંદ
AAP પાર્ટીએ જૂનાગઢની વિધાનસભા બેઠક તરીકે યુવાન પાટીદાર ઉમેદવારને કર્યા પસંદ

By

Published : Oct 21, 2022, 10:23 PM IST

જૂનાગઢઆમ આદમી પાર્ટી દ્વારા આજે જૂનાગઢ વિધાનસભા બેઠક (Junagadh assembly seat) પર ગુજરાતના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર (AAP announced list of candidates from Gujarat) કરી છે. જેમાં જૂનાગઢ વિધાનસભા બેઠક પર યુવાન પાટીદાર અગ્રણી ચેતન ગજેરાને પસંદ (AAP party selected young Patidar candidate) કર્યા છે. બીજી તરફ વિસાવદર બેઠક પર પણ આમ આદમી પાર્ટીએ ભુપત ભાયાણીની સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.

આજે જૂનાગઢ વિધાનસભા બેઠક પર ગુજરાતના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા વધુ કેટલાક ઉમેદવારરાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ બેઠક પરથી યુવાન પાટીદાર નેતા (Young Patidar leader) ચેતન ગજેરાને પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજી તરફ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક કે જેને પાટીદાર બહુલીક મતદારો ધરાવતી બેઠક માનવામાં આવે છે. તે બેઠક પર ભેસાણના અગ્રણી ભુપત ભાયાણીનીને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

જૂનાગઢ વિધાનસભા બેઠક પર સત્તાવાર ઉમેદવાર જૂનાગઢ બેઠકના ઉમેદવાર (Candidate for Junagadh assembly seat) ચેતન ગજેરા પાછલા 20 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પૂર્વે ભાજપમાંથી શહેર યુવા પાંખના પ્રમુખ તરીકેની કામગીરી પણ કરી ચૂક્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ આમ આદમી પાર્ટી જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. જેને આજે પક્ષે જૂનાગઢ વિધાનસભા બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

શહેરની માળખાગત જરૂરિયાતોને કરશે પૂરી જૂનાગઢ બેઠક પરથી સત્તાવાર ઉમેદવાર જાહેર થયા બાદ ચેતન ગજેરાએ ETV Bharat સમક્ષ વાતચીત કરી હતી. ઉમેદવાર પસંદ થવાને લઈને પક્ષના કન્વીનરથી લઈને સામાન્ય કાર્યકરનો આભાર માન્યો હતો. વધુમાં ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય બનવામાં સફળ થશે તો ભાજપ દ્વારા જે VVIP કલ્ચર ઉભુ કરવામાં આવ્યું છે. તેને તુરંત દૂર કરી દેવામાં આવશે. આ સાથે સાથે શહેરની માળખાગત જરૂરિયાતો (Infrastructure requirements of Junagadh) અને વર્ષોથી જોવા મળતી સમસ્યાઓ પર પ્રથમ દિવસથી જ કામ શરૂ કરી દેવામાં આવશે. વીજળી રસ્તા પીવાનું ચોખ્ખું પાણી સફાઈ અને રખડતા ઢોરના ત્રાસ માંથી સમગ્ર જૂનાગઢ મત વિસ્તારને મુક્ત કરી દેવામાં આવશે. તેવો ભરોસો પણ તેમણે ETV Bharat સમક્ષ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details