જૂનાગઢ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલની આજે જૂનાગઢ પોલીસે અટકાયત કરી છે. રાજસ્થાન મધ્યપ્રદેશમાં ભાજપની સરકારે રાંધણગેસના ભાવ 450 રૂપિયા નિર્ધારિત કર્યા છે. ત્યારે રેશ્મા પટેલ આજ પ્રકારે ગુજરાતમાં પણ રાંધણ દેશનો સિલિન્ડર 450 રૂપિયામાં પ્રત્યેક ગ્રાહકને મળે તેવી માંગ સાથે આજે આઝાદ ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેની સાથે જૂનાગઢ શહેરની સામાન્ય મહિલાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતાં. આજે આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા રેશમા પટેલની સાથે અન્ય કાર્યકરોની જૂનાગઢ પોલીસે અટકાયત કરી છે.
Reshma Patel Detention : જૂનાગઢમાં ગેસના ભાવ ઘટાડા વિરોધમાં આપ નેતા રેશમા પટેલની અટકાયત - અટકાયત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલની આજે જૂનાગઢ એ ડિવિઝન અટકાયત કરી છે. રાજ્યમાં રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ 450 રૂપિયા કરવાને લઈને રેશમા પટેલ કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહી હતી ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી.
Published : Jan 3, 2024, 1:55 PM IST
મંજૂરી નહીં હોવાથી અટકાયત :રાંધણ ગેસના ભાવ 450 રૂપિયા ગુજરાતમાં પણ થાય તેને લઈને આપ મહિલા પાંખ દ્વારા આજે આઝાદ ચોકમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરાયો હતો. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે આઝાદ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલ અને અન્ય કાર્યકરો સૂત્રોચ્ચાર કરવાની સાથે રેલી સ્વરૂપે જાહેર માર્ગો પર નીકળ્યા હતાં જેને કારણે પોલીસે રેલીની મંજૂરી નહીં હોવાથી રેશમા પટેલ સહિત તમામ આમ આદમી પાર્ટીના મહિલા અને પુરુષ કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ ગઈ હતી.
રેશમા પટેલે ભાજપને વખોડી : મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલે પોલીસ દ્વારા તેમની અટકાયત કર્યા બાદ કેન્દ્ર અને રાજ્યની સરકારને વખોડી હતી અને જણાવ્યું હતું કે જે રીતે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે છે તે રીતે ગુજરાતની જનતા 1100 રૂપિયાનો ગેસનો સિલિન્ડર શા માટે ખરીદે. વર્તમાન કેન્દ્ર અને રાજ્યની સરકાર ગુજરાતની ગૃહિણીઓને હળાહળ અન્યાય કરી રહી છે અને મોદીની આ બોદી ગેરંટીની સામે આજે તેઓ વિરોધ કરી રહ્યા છે.