- ભાજપ અને કોંગ્રેસના વધુ બે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
- જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીમાં વધુ બે હોદ્દેદારો જોડાયા
- બીલખા અને બંધાળાના ભાજપ તેમજ કોંગ્રેસના પદાધિકારી આપમાં જોડાયા
- જોડાયેલા કાર્યકરોએ લોકહીત ના કામો થકી રાજકારણ કરવાની આપી બાહેધરી
- સતત ત્રીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મળી છે સફળતા
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીને સફળતા મળી છે, તેનો ઉત્સાહ હવે જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે ભાજપ અને કોંગ્રેસના સક્રિય અને પાયાના કાર્યકરો ભાજપ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. બે દિવસ અગાઉ જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતન ગજેરાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે બીલખા શહેર પ્રમુખ રણજીત બાબરીયા અને બંધાળાના હિરેન ગજેરા ભાજપ અને કોંગ્રેસમાંથી છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પક્ષ સાથે જોડાતા જ આ બન્ને પદાધિકારીઓએ લોકસેવામાં લાગી જવાની તેમની નેમ પણ વ્યક્ત કરી હતી.
સતત ત્રીજા દિવસે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ પાડતી આમ આદમી પાર્ટી આ પણ વાંચોઃજૂનાગઢ મનપામાં 1 બેઠક આવી છે, એક બેઠક પાછળ બે શૂન્ય લાગતા વાર નહીં લાગે: ધાનાણી ભાજપ અને કોંગ્રેસ માટે જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી બની શકે છે ખતરાની ઘંટી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ચિત્ર રાજકીય ફલક પર ઉપસી રહ્યું છે. તેને જોતા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જૂનાગઢના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે સક્ષમ રીતે કામ કરતી જોવા મળશે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતન ગજેરાને આમ આદમી પાર્ટીમાં સામેલ કરવામાં પક્ષના મોવડીઓને સફળતા મળી છે, ત્યારબાદ ભાજપના વધુ બે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે ભાજપ અને કોંગ્રેસના એક-એક પાયાના કાર્યકર અને તાલુકામાં પદાધિકારી તરીકે કામ કરતા બે કાર્યકરો ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. યુવાન કાર્યકરો પક્ષમાં આવવાની સાથે પક્ષનું મનોબળ પણ વધી રહ્યું છે, તો સાથે પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા અને પક્ષના કાર્યકરને જિલ્લામાં વધુ મજબૂત કરવા માટે જોડાયેલા યુવાન કાર્યકરો અને પદાધિકારીઓ આમ આદમી પાર્ટીને નવું જોમ પૂરું પાડશે, તેવો વિશ્વાસ જિલ્લા પ્રમુખે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃરાજદ્રોહ કેસ: હાર્દિકની સુરત કોર્ટમાં હાજરી, જૂનાગઢ ચૂંટણી પર પોતાની પ્રતિક્રિયા આપી