ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનને કારણે જૂનાગઢમાં ફસાયા પશ્ચિમ બંગાળના ફેરી કરતા યુવાનો

પશ્ચિમ બંગાળના ત્રણ યુવાનો કે જે કાપડની ફેરી માટે છેલ્લા એક વર્ષથી જૂનાગઢ નિયમિત આવી રહ્યા છે. આ યુવાનો આજે લોકડાઉનમાં ફસાયેલા જોવા મળ્યા છે. આ યુવાનો તેમની કાપડની ફેરી ફરીથી શરૂ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

By

Published : May 13, 2020, 6:42 PM IST

પશ્ચિમ બંગાળનો ફેરી કરતો યુવાન લોકડાઉનને પગલે જૂનાગઢમાં ફસાયો
પશ્ચિમ બંગાળનો ફેરી કરતો યુવાન લોકડાઉનને પગલે જૂનાગઢમાં ફસાયો

જૂનાગઢ : લોકડાઉનની કેટલીક અસહ્ય અસરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં બંગાળી કાપડ અને સાડીની ફેરી કરવા આવતા ત્રણ યુવાનો આજે લોકડાઉનમાં ફસાયા છે. છેલ્લા 51 દિવસથી આ યુવાનો ફેરી માટે જઇ શકતા નથી. તેમજ તેમની પાસે તેમના નિભાવનો પણ કોઈ સહારો નહીં હોવાને કારણે આ યુવાનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા આ યુવાનને ખીચડી અને રાશન છેલ્લા 50 દિવસથી પહોંચાડવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળનો ફેરી કરતો યુવાન લોકડાઉનને પગલે જૂનાગઢમાં ફસાયો
અહીં આવેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાનના માતા પશ્ચિમ બંગાળમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ આ તમામ લોકોનો પરિવાર બંગાળમાં છે અને તેઓ ખૂબ જ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા છે. જે પ્રકારે છેલ્લા 51 દિવસથી આ યુવાનો તેમની પાસે રહેલા કાપડનું વેચાણ કરી શક્યા નથી. જેને કારણે ખુબ મોટી આર્થિક સંકડામણમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ યુવાનો તેમની ફેરીની પ્રક્રિયા ફરીથી શરૂ થાય તેવી ઈચ્છા સાથે માગ પણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details