- જંગલના રાજા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ઝાડ પરથી ઉતરતા દીપડા પાછળ દોડ્યો સિંહ
- વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
જૂનાગઢ: ઝાડ પરથી ઊતરી રહેલા દીપડાની પાછળ દોટ લગાવતો જોવા મળ્યો જંગલનો રાજા. ગીરના જંગલમાંથી અદ્દભુત કહી શકાય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઝાડ પરથી ઊતરી રહેલા દીપડા પાછળ દોડ લગાવતા જંગલના રાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો કેટલો જૂનો છે અને જંગલના ક્યા વિસ્તારનો છે, તેને લઈને ETV ભારત આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
ગીરના જંગલમાં અદ્ભુત કહી શકાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગીરનું જંગલ વિવિધતાથી ભરપુર
ગીરનું જંગલ વિવિધતાથી ભરેલું છે. તેનો વધુ એક પુરાવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પરથી સમજી શકાય છે. થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ઝાડ પરથી ઊતરી રહેલા દીપડાની પાછળ જંગલનો રાજા સિંહ દોડ લગાવતો હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને એવું ચોક્કસ કહી શકીએ કે, ગીરનું જંગલ વિવિધતાઓથી ભરેલું છે. જેના લીધે ગીરમાં પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ વધુ જોવા મળે છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તેને લઈને વન્ય પ્રેમીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ભેંસે જંગલના રાજાને ભાગવા મજબૂર કર્યો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સિંહે ભેંસના ટોળા ઉપર હુમલો કરતો હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઉપરાંત ભેંસે એકલા સિંહ પર હુમલો કરીને તેને ભાગવા માટે મજબૂર કર્યો હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો. આવા વીડિયો પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે, ગીરનું જંગલ વિવિધતાઓથી ભરેલું છે.