- સોશીયલ મીડીયાના માધ્યમથી લફરુ થતાં પરિવાર થયો રમણ ભમણ
- પ્રૌઢ વયની મહિલા સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રેમમાં રંગાણી
- મહિલા ત્રણ બાળકોને લઈને પ્રેમી પાસે પહોંચી
જૂનાગઢઃ જૂનાગઢ (Junagadh) શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવાર આજે વેરવિખેર થઈ ગયો છે. સોશિયલ મીડિયા(social media)ના અતિક્રમણને કારણે આધેડ વયની મજૂરી કરતી મહિલા રાજકોટના યુવાન સાથે પ્રેમ સંબંધ(Love affair) બંધાઈ ગઈ હતી. આ મહિલાના ત્રણ સંતાન હતા. જૂનાગઢના જોષીપરાથી ત્રણેય સંતાનો સાથે રાજકોટ તેના પ્રેમી સાથે રહેવા જતી રહી. મહિલાના પતિએ જુનાગઢ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જૂનાગઢની મહિલા પ્રેમી સાથે ભાગી
જૂનાગઢથી આ મહિલા ત્રણેય સંતાનોને રાજકોટમાં રહેતા પ્રેમી પાસે લાવી હતી. પરંતુ મહિલાએ થોડા સમય બાદ સંતાનો પ્રત્યે ઓરમાયું વર્તન શરૂ કર્યું હતું. મહિલા વર્તનને લઈને આસપાસમાં રહેતા લોકોને જાણ થતાં બાળકોના પિતાને સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા હતો. પાડોશીને બાળકોના પિતાનો સંપર્ક થતા પાડોશીએ બાળકોના પિતાને જાણ કરી કે બાળકો તમારી સાથે રહેવા માંગે છે. આ ઉપરાંત સમ્રગ મામલો રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકે પોહચ્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસ અને જુનાગઢ પોલીસના પ્રયાસોથી ત્રણેય બાળકો તેમની સંમતિથી તેના પિતા સાથે મિલન કરાવ્યું હતુ. પરંતુ મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવાનું રટણ કર્યું હતું.