ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેતરના બંધ બોરમાંથી ઉઠ્યા પાણીના ફુવારા, લોકોમાં સર્જાયું કુતૂહલ - પાણીના ફુવારા

જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ નજીક જમીનમાં કરવામાં આવેલા બોરમાંથી અચાનક પ્રચંડ વેગ સાથે પાણીના ફુવારાઓ (Water fountains flew in Visavadar)ઉડ્યા હતા. અચાનક જમીનમાંથી પાણીના ફુવારા છૂટતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

ખેતરના બંધ બોરમાંથી ઉઠ્યા પાણીના ફુવારા, લોકોમાં સર્જાયું કુતૂહલ
ખેતરના બંધ બોરમાંથી ઉઠ્યા પાણીના ફુવારા, લોકોમાં સર્જાયું કુતૂહલ

By

Published : Jun 7, 2022, 6:37 PM IST

જૂનાગઢ: જિલ્લાના વિસાવદર નજીકના પ્રેમપરા ગામમાં આવેલા ખેતરમાં બનાવવામાં આવેલ પાણીના બોરમાંથી પ્રચંડ વેગ સાથે ફુવારાઓ ઉડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. પ્રચંડ વેગ સાથે સતત પાણીના ફુવારાઓ (water fountain)બોરમાંથી 20 ફૂટની ઉંચાઈ સુધી જોવા મળ્યા હતા. અચાનક આ પ્રકારની ભૂગર્ભીય ઘટનાને કારણે લોકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે. ખેતરના માલિક કમલેશભાઈ રીબડીયા પાણીના ફુવારાને જોઈને ખુદ પણ આશ્ચર્યચકિત બની રહ્યા છે. હાલ બોરમાંથી પ્રચંડ વેગ સાથે ઉડી રહેલા પાણીના ફુવારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેને લોકો કુતૂહલવશ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પાણીના ફુવારા

આ પણ વાંચોઃબનાસકાંઠામાં બોર ઓપરેટર્સનો પગાર શરૂ કરવા માગ

ચાર-પાંચ વર્ષથી સતત ઉડે છે ફુવારા -પ્રેમપરાના વધુ એક ખેડૂત મુકેશભાઈ રીબડીયા પણ સમગ્ર મામલાને લઈને જણાવી રહ્યા છે કે આ પ્રકારની ઘટના પાછલા કેટલાક વર્ષોથી સતત અને નિયમિત રીતે મે મહિનાના અંતિમ દિવસો અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન સતત જોવા મળે છે. બોરમાંથી હાલ પાણીના ફુવારા પ્રચંડ વેગ સાથે ઊડી રહ્યા છે તે જ બોરમાંથી પાછલા ચાર-પાંચ વર્ષથી સતત અને નિયમિત રીતે આ સમય દરમિયાન પાણીના ફુવારા ઊડી રહ્યા છે.

આ પણ વાંચોઃ24 કલાક ઇલેક્ટ્રિક મોટર વિના બોરમાંથી નીકળે છે ગરમ પાણી

આ પ્રકારની ઘટના સતત જોવા મળે -આ પ્રકારની ઘટના દર વર્ષે સામે આવે છે અને ત્યારબાદ કુદરતી રીતે પાણીના ફુવારા ઉડવાનું બંધ થઈ જાય છે. જે પ્રકારે બોરમાંથી પાણીના ફુવારા ઉડે છે તે ભુગર્ભમાંથી કોઈ વાયુ કે ગેસનો જથ્થો આ સમય દરમિયાન બહાર નીકળતો હશે અને તેને કારણે પ્રચંડ વેગ સાથે પાણીના ફુવારા ઉડતા હશે. હાલ તો આ પાણીના ફુવારા ઉડવાનું બંધ થઈ ગયું છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ ઘટના સતત ઘટતી જોવા મળી રહી છે જે કોઈ ભૂગર્ભીય ઘટનાને સમર્થન પણ આપી રહી છે.

ABOUT THE AUTHOR

...view details