જૂનાગઢઃ જિલ્લાના ગ્રામ પંચાયતમાં વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં 250 જેટલા સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવા માટેનું અભિયાન 29 જૂનથી શરૂ કરવામાં આવ્યું છે.
ઈવનગર ગામમાં વન વિભાગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો ઈવનગર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- 250 સ્થળોએ વૃક્ષો વાવવામાં આવશે
- ગામ લોકો પણ સહભાગી બન્યા
- આર્યુવેદિક દવાના વૃક્ષો પણ વાવવામાં આવ્યા
- દર વર્ષે ચોમાસા દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે
જૂનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં 250 જેટલા સ્થળો પર અલગ-અલગ વૃક્ષોનું વાવેતર કરીને આ વિસ્તારને વનાચ્છાદિત કરવાનો વન વિભાગ અને ઈવનગર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ગામ લોકોએ પણ સહર્ષ વધાવી લીધો હતો. આજના દિવસે ગામના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણ કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો હતો
ઈવનગર ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ઈવનગર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આગામી દિવસોમાં લોકોને ઉપયોગી થાય તેવા આર્યુવૈદિક વૃક્ષો તેમજ પશુ-પંખી અને અન્ય જીવોને ઉપયોગી થાય તે પ્રકારના ફળ અને ફૂલો આવતા વૃક્ષોનું વાવેતર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન થકી આ વિસ્તાર વધુ હરિયાળો બનશે. આ સાથે આ વૃક્ષારોપણ ગ્લોબલ વોર્મિંગની વિશ્વવ્યાપી સમસ્યાને ઘટાડવા માટે પણ મદદરૂપ બનશે. ચોમાસા દરમિયાન કરવામાં આવતા વૃક્ષારોપણ કાર્યક્રમ મોટે ભાગે સફળ રહે છે. આ સમયમાં વાવેતર કરવામાં આવેલા મોટાભાગના વૃક્ષો સફળતાપૂર્વક ઉછરી જતા હોય છે. જેને ધ્યાને રાખીને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.