જૂનાગઢ: શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. શહેર પર વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ચાદર છવાયેલી જોવા મળી હતી. જેને કારણે શહેરના સરેરાશ તાપમાનમાં અંદાજીત 5 થી 8 ડિગ્રી સુધીનો મસ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
જૂનાગઢના વાતાવરણમાં પલટો, શહેર પર છવાયા કાળા ડિબાંગ વાદળો - Junagadh latest news
શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાનક ઠંડીમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઠંડીનો ઘટાડો વાદળોને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે આ વાદળોની ચાદર શહેર પરથી દૂર થશે, ત્યારે ફરી એક વખત ઠંડી તેનો ચમકારો બતાવશે તેવું લાગી રહ્યું છે.
શહેરમાં શુક્રવારના રોજ વાતાવરણ સ્વચ્છ અને ચોખ્ખું જોવા મળ્યું હતું. તેમજ શહેરમાં એક પણ વાદળ જોવા મળ્યા ન હતા, પરંતુ શનિવારના વહેલી સવારથી જ વાદળોની ચાદર શહેર પર આવરણ બનીને જોવા મળી હતી. જેને કારણે સૂર્યનારાયણ દેવના પણ દર્શન દુર્લભ બન્યા હતાં.
શહેરમાં વાદળોની ચાદરોને કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે ઠંડીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ જેમ-જેમ શહેરનું વાતાવરણ સ્પષ્ટ અને ચોખ્ખું થતું જશે. તેમ તેમ વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટશે. જેમ ભેજનું પ્રમાણ ઘટશે, તેમ તેમ ઠંડી ફરી પાછી પોતાના અસલી રંગ અને મિજાજમાં જોવા મળશે.