- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ જૂનાગઢમાં સંત સંમેલન યોજાયું
- સંત સંમેલનમાં ભવનાથ પરિક્ષેત્રના સાધુ-સંતો અને મહંતોએ આપી હાજરી
- આગામી 15 જાન્યુઆરીથી અનુદાન માટે વિશ્વ હિંદુ પરિષદ અને સાધુ સંતો કરશે પહેલ
જૂનાગઢઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે, ત્યારે જૂનાગઢમાં રામ મંદિરના નિર્માણને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને ભવનાથ પરિક્ષેત્રના સાધુ, સંતો-મહંતો તેમજ અખાડાના ગાદીપતિઓની હાજરીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રામ મંદિરના નિર્માણને લઈ યથાયોગ્ય અનુદાન આપવાની વાત પર સર્વસંમતિ સાધાઈ હતી.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ જૂનાગઢમાં સંત સંમેલન યોજાયું રામ મંદિરને લઈ સાધુ-સંતો દ્વારા ભવનાથમાં યોજાયું સંત સંમેલન
અયોધ્યામાં રામ મંદિરને લઈને હવે તમામ પ્રકારની અડચણો દૂર થતા ભવ્ય મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે, ત્યારે આગામી દિવસોમાં રામ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં શરું થતું જોવા મળશે. જેને લઇને જૂનાગઢમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવનાથ પરિક્ષેત્રના સાધુ, સંતો, ગાદીપતિઓ અને અખાડાના મહંતોએ હાજરી આપી હતી. આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય અને હવેલીના બાવા સ્ત્રીઓએ પણ હાજર રહીને અયોધ્યામાં બનનારા રામ મંદિરને લઈ સંત સંમેલનમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આગામી 15 જાન્યુઆરી બાદ રામ મંદિરના નિર્માણ અનુદાનનું કાર્ય હાથ ધરાશે
આગામી 15 મી જાન્યુઆરી બાદ રામ મંદિરના નિર્માણને લઈને હિન્દુ પરિવારો પાસેથી અનુદાન મેળવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. જે 27 ફેબ્રુઆરી 2021 સુધી શરૂ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ હિંદુ ધર્મ પ્રેમી લોકોના અલગ-અલગ જૂથ બનાવવામાં આવશે અને આ જૂથ શહેરના હિન્દુ પરિવારોનો રૂબરૂ સંપર્ક કરીને રામ મંદિર માટે અનુદાન એકઠુ કરવાનું કાર્ય કરશે. આગામી 27મી ફેબ્રુઆરીએ એકત્ર થયેલું અનુદાન રામ મંદિરના નિર્માણ અર્થે મોકલવામાં આવશે.