જૂનાગઢવર્તમાન સમયમાં પ્રાણી પક્ષી વનસ્પતિની અનેક જાતરૂપ(Indigenous seed production) થઈ રહી છે. હજુ અનેક લુપ્ત થવાના આરે છે. કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ લુપ્ત થતી ઔષધી વનસ્પતિ અને વૃક્ષોને બતાવવાનો પ્રયાસકરી રહ્યા છે. પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન (Native Seed Tradition)રાખી ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેન ચલાવી રહ્યા છે બીજ બેંક. ભરતભાઈએ છેલ્લા દસ વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજએકત્ર કર્યા છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યા છે.
દેશી બીજની પરંપરાવધુમાં ભરતભાઈએ ઇટીવી ને જણાવ્યું હતું કે આજે જે તે કૃષિ પેદાશના(Native Seed Tradition) દેશી બીજની પરંપરા લુપ્ત થવાના છે ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ. એટલે 26 રાજ્યનો પ્રવાસ કર્યો મેં બે ફાર્મ ભાડે રાખ્યા છે. તેમાં શાકભાજી ફૂલછોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે. મેં બહારના રાજ્યોનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યા છે તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તેમ અંગેની જાણકારી મેળવી છે.