ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022: જૂનાગઢની વિધાનસભા બેઠકોને બચાવવા કોંગ્રેસે વિચારોનું આદાન પ્રદાન કર્યું - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022 )લઇને અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા મનોમંથન કરવામા આવ્યુ હતું. જૂનાગઢ આવેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના(Akhil Bharatiya Congress)પ્રભારી શર્મિલા યાદવની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકનું આયોજન થયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય તેને લઈને પ્રત્યેક કાર્યકર્તાઓ સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

Gujarat Assembly Election 2022: જૂનાગઢની વિધાનસભા બેઠકોને બચાવવા કોંગ્રેસે વિચારોનું આદાન પ્રદાન કર્યું
Gujarat Assembly Election 2022: જૂનાગઢની વિધાનસભા બેઠકોને બચાવવા કોંગ્રેસે વિચારોનું આદાન પ્રદાન કર્યું

By

Published : May 16, 2022, 8:37 PM IST

જૂનાગઢઃ તાજેતરમાં અખિલ ભારતીય કોંગ્રેસ(Akhil Bharatiya Congress)કાર્યસમિતિની બેઠક રાજસ્થાનમાં યોજાઇ હતી. જેમાં ગુજરાત સહિત આવનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022 )લઇને ખૂબ ગંભીરતાથી મનોમંથન કરવામા આવ્યુ હતુ. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2017ની ચૂંટણી રણનીતિ મુજબ લડવાની જાહેરાત કોંગ્રેસે કરીછે ત્યારે જૂનાગઢ આવેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી શર્મિલા યાદવની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકનું આયોજનથયું હતું.

જૂનાગઢની વિધાનસભા બેઠકો

આ પણ વાંચોઃઆજથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક શરૂ, અમિત શાહ રહેશે ઉપસ્થિત

ચૂંટણીને લઇને કોંગ્રેસમાં હલચલ -આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કોંગ્રેસમાં (Indian National Congress )હલચલ જોવા મળી રહી છે રાષ્ટ્રીય કાર્યકારિણીના નિરીક્ષક તરીકે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની સીટ પર શર્મિલા યાદવ અને નરેશ ભારદ્વાજને જવાબદારી સોંપવામાં આવી છે. આ બન્ને નિરીક્ષકોએ આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં જૂનાગઢ શહેરના કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્ય ભીખા જોશીની હાજરીમાં આગામી વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય તેને લઈને પ્રત્યેક કાર્યકર્તાઓ સાથે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈને મતદારોને બુથ સુધી પહોંચાડવા સુધીની તમામ કામગીરી કઈ રીતે સફળતાપૂર્વક પાર પાડી શકાય તેને લઈને મનોમંથન પણ કર્યું હતું.

આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર જૂનાગઢમાં કોણે કર્યો આવો દાવો

જૂનાગઢની પાંચ વિધાનસભા બેઠક જીતવા મનોમંથન -કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જે નિર્ણય કરવામાં આવ્યા છે તે મુજબ આજની બેઠકનું આયોજન થયું હતું રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વર્ષ 2017માં જે પ્રકારે કોંગ્રેસે ચૂંટણી લડી હતી અને ભાજપને બરોબરની ટક્કર આપી હતી રણનીતિ મુજબ ઉમેદવારોની પસંદગી થી લઈને મતદારો ને મતદાન મથક સુધી પહોંચતા કરવા માટેની રણનીતિ ઘડવા માટે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે આગામી વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર સતત જોવા મળશે રાષ્ટ્રિય કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા શર્મિલા યાદવ અને નરેશ ભારદ્વાજ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કાર્યકર્તાઓને મળીને ઉમેદવાર પસંદ કરવાથી લઈને ચૂંટણી જીતવા સુધીની રણનીતિ અંગે પ્રત્યેક કાર્યકરને રૂબરૂ મળીને તેમના વિચારોનું આદાન પ્રદાન કરશે.

ABOUT THE AUTHOR

...view details