આગામી દિવસોમાં જૂનાગઢની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉતારા મંડળ તેમજ આ મેળાના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજર રહીને તેમના દ્વારા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેનો આગામી દિવસોમાં અમલ કરીને મેળાને સુનિશ્ચિત કરી શકાય તે માટેના આયોજન હાથ ધરવામાં આવશે.
મહાશિવરાત્રી મેળાને લઇ વહિવટી તંત્ર દ્વરા બેઠકનું આયોજન
જૂનાગઢઃ આદિ-અનાદિ કાળથી જૂનાગઢની ગિરિ તળેટીમાં આયોજિત થઈ રહેલા મહાશિવરાત્રી મેળાને લઇને જિલ્લા વહિવટી તંત્ર તેમજ મેળાના આયોજન અને ઉતારા મંડળ સાથે સંકળાયેલા અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં મેળાના આયોજન અંગે સુચારૂ ઉપયોગ કરવા માટે યોગ્ય કરવા જિલ્લા કલેક્ટરે સૌને બાંહેધરી આપી હતી.
આદિ-અનાદિ કાળથી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો આયોજિત થતો રહે છે. જેમાં વિવિધ ઉતારા મંડળ સામાજિક સંસ્થાઓ તેમજ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અહીં આવતા નાગાસાધુઓ અને શીવ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડી રહે તે માટે આગવું આયોજન કરવામા આવે છે. ત્યારે આ વર્ષે પણ ગિરનાર તળેટીમાં પીવાના પાણીથી લઈને શૌચાલય સમાજ સેવા કરતી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવતા અન્નક્ષેત્રો તેમજ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન બદ્ધ રીતે આજથી મેળાના આયોજનને લઇને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા શિવરાત્રીનાં મેળાને મીની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
તે મુજબ આ વખતનો શિવરાત્રીનો મેળો આદિઅનાદિ કાળથી આયોજિત થતા આવતા મેળા જેવો જ રહેશે. પરંતુ દર વર્ષે જે અગવડતાઓ પડે છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ દર વર્ષે મેળાના આયોજનમાં કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળાના આયોજનમાં કેટલીક તકલીફોને દૂર કરવા માટે જિલ્લા વહિવટી તંત્રએ પણ સૌને ભરોસો અપાવ્યો હતો.