જુનાગઢ : મહાશિવરાત્રી પર્વમાં માનવ મહેરામણ ભવનાથ (Mahashivratri Melo in Junagadh) તળેટી ઉમટી પડયું છે. રવિવારની રજાના દિવસોમાં મહાશિવરાત્રીના મેળાને માણવા માટે સમગ્ર દેશમાંથી ખુબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ભવનાથ તળેટી તરફ આવી રહ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મેળો બંધ હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો ભવનાથ તળેટીમાં (Bhavnath Taleti) જોવા મળી રહ્યા છે.
મહાશિવરાત્રીના મહાપર્વમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયાથી હૈયું મળતા દ્રશ્યો આ પણ વાંચોઃMahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ
મેળામાં કીડીયારી ઉભરાતી હોય તેવા દૃશ્યો
ભવનાથની ગિરિ તળેટી શિવભક્તો અને માનવ મહેરામણથી કીડીયારી ઉભરાતી હોય તેવા (People at Mahashivratri Melo in 2022) દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રકારે મહાશિવરાત્રીના મહાપર્વ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. તે મુજબ હવે ખૂબ મોટી સંખ્યામાં મેળાને માણવા માટે લોકો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે.
આ પણ વાંચોઃMahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર
મહાશિવરાત્રીનું પર્વ માનવ મહેરામણ વધવાની શક્યતા
મહાશિવરાત્રીના પર્વ લઈને હજુ પણ ભાવિ ભક્તો ભવનાથ તળેટી તરફ સતત આવી રહ્યા છે. તેને કારણે ગીરનાર તળેટી માનવ મહેરામણથી ઉભરાતી જોવા મળે છે. પાછલા બે વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓની ભવ્યાતિ ભવ્ય રવેડી (Ravedi of Naga ascetics in Mahashivaratri) કાઢવામાં આવતી હોય છે તે બંધ રાખવામાં આવી હતી. ત્યારે આ વર્ષે મેળામાં મહાશિવરાત્રીના પર્વને લઇને નાગા સંન્યાસીઓની રવેડી જેને જોવા માટે પણ શિવભક્તો મહાશિવરાત્રીના પર્વને લઇને ભવનાથની તળેટીમાં જમાવડો થતો જોવા મળશે.